BCCI એ નવા કોચની શોધ ખોળ કરી શરૂ,બેટીંગ-બોલીંગ કોચ માટે પણ અરજીઓ મંગાવી

16 July, 2019 05:01 PM IST  |  Mumbai

BCCI એ નવા કોચની શોધ ખોળ કરી શરૂ,બેટીંગ-બોલીંગ કોચ માટે પણ અરજીઓ મંગાવી

Mumbai : ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં હારી જતાં બહાર ફેકાઇ ગઇ હતી. ભારતની હાર બાદ ટીમના ફિઝીયો પેટ્રોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તો ત્યાર બાદ ભારતીય ટીમના આ પરાજય બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એક્શનમાં આવ્યું છે. આમ બીસીસીઆઇએ ભારતીય ટીમના હેડ કોચ, બેટીંગ કોચ, ફીલ્ડીંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, મેનેજર અને સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચની અરજી મંગાવી છે.

ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે રવિ શાસ્ત્રીએ પણ કરવી પડશે અરજી
હાલ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રી છે. પણ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ફરી કોચ બનવા માટે અરજી કરવી પડશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે વર્લ્ડ કપ જીતવાની નજીક પહોંચ્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જવા છતાં રવિ શાસ્ત્રીને વધુ એક તક મળશે ખરા? સપોર્ટ સ્ટાફમાં સામેલ બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધર સામેલ છે. આ પણ ફરી અરજી કરી શકે છે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

વર્લ્ડ કપ બાદ તરત જ આ બે લોકોએ રાજીનામું આપી દીધું હતું

ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફીઝિયો પૈટ્રિક ફરહાર્ટે વર્લ્ડ કપ બાદ રાજીનામું આપી દીધું હતું. તેની જગ્યાએ નવા ટ્રેનર અને ફીઝિયોની પણ પસંદગી થવાની છે. ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી છે. ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ 15 સપ્ટેમ્બરથી ઘરેલૂ સિરીઝ આફ્રિકા સામે રમશે.

cricket news board of control for cricket in india ravi shastri