શ્રીસાન્ત કરતાં અઝહરનો ગુનો વધારે ગંભીર હતોઃ રવિ સવાણી

17 March, 2019 12:28 PM IST  |  | બિપિન દાણી

શ્રીસાન્ત કરતાં અઝહરનો ગુનો વધારે ગંભીર હતોઃ રવિ સવાણી

પૂર્વ ક્રિકેટર શ્રીસંથ

આઈસીસી અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ ર્બોડમાં ઍન્ટિ-કરપ્શન ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કામ કરી ચૂકેલા અને શ્રીસાન્તના સ્પોટ-ફિક્સિંગના સ્કૅન્ડલમાં જેણે મહkવની ભૂમિકા ભજવી હતી એ ભૂતપૂવર્‍ ઘ્ગ્ત્ના અધિકારી રવિ સવાણીએ શ્રીસાન્ત પર સુપ્રીમ ર્કોટે આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવાના જાહેર કરેલા નિર્ણયને વાજબી ગણાવ્યો હતો. શુક્રવારે સુપ્રીમ ર્કોટે ક્રિકેટ બોર્ડને શ્રીસાન્ત પર લગાવેલો આજીવન પ્રતિબંધ ઉઠાવી લઈ અન્ય સજા આપવાનો આદેશ આપ્યો છે.

દિલ્હીથી ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં રવિ સવાણીએ કહ્યું હતું કે ‘સુપ્રીમ ર્કોટના આ ચુકાદા સામે મારે વધારે શું કહેવાનું હોય? પરંતુ હું એટલું તો ચોક્કસ કહીશ કે મોહમ્મદ અઝહરુદ્દીન પરનો આજીવન પ્રતિબંધ ઉઠાવવા જો હૈદરાબાદ હાઈ ર્કોટે ઑર્ડર આપ્યો હતો તો શ્રીસાન્ત પરનો પણ આ મુજબનો નિર્ણય વાજબી કહેવાય. મારું માનવું છે કે શ્રીસાન્તની સરખામણીમાં અઝહરુદ્દીનનો મૅચ-ફીક્સિંગમાં વધારે ઉપયોગ કરાયો હતો. ઘ્ગ્ત્ના અધિકારી તરીકે તે વખતે મેં કરેલી તપાસમાં અઝહર મોટો ગુનેગાર હતો. જો અઝહરને માફ કરી શકાતો હોય તો શ્રીસાન્ત પણ માફીને લાયક છે. જો કોઈ પણ ખેલાડી મૅચ-ફિક્સિંગ કે સ્પોટ-ફિક્સિંગ જેવી પ્રવૃત્તિઓમાં સાધારણ રીતે પણ સંડોવાય તો આજીવન પ્રતિબંધને લાયક ઠરે છે, પરંતુ નિયમોમાં કેટલીક ટેãક્નકલ આંટીઘૂંટીઓને કારણે જો એક ખેલાડી છૂટી શકે તો બીજાને પણ દોષિત ઠેરવી ન શકાય. શ્રીસાન્ત કરતાં અઝહરુદ્દીન મૅચ-ફિક્સિંગમાં ઘણા મોટા પાયે સંડોવાયેલો હતો અને મારું કામ તો ખેલાડી ગુનેગાર હતો કે નહીં એ શોધવાનું જ હતું. મારી સમક્ષ આવેલા પુરાવાઓને આધારે મેં બન્નેને દોષિત જાહેર કર્યા હતા. ભારતીય ક્રિકેટ ર્બોડની ડિસિપ્લિનરી કમિટીએ તેઓ પર આજીવન પ્રતિબંધ લગાડ્યો હતો.’

sreesanth cricket news sports news