16 May, 2025 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ ફૅન્સ ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂર માટે મેન્સ ટીમની સ્ક્વૉડની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, પણ એ પહેલાં જ ભારતીય ક્રિકેટ બોર્ડે જૂન-જુલાઈમાં આયોજિત ભારતીય વિમેન્સ ટીમની લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. T20માં ૧૫ અને વન-ડેમાં ૧૬ સભ્યોની સ્ક્વૉડ સાથે હરમનપ્રીત કૌર ઇંગ્લૅન્ડમાં શાનદાર પ્રદર્શન કરવા ઊતરશે.
T20 સ્કવોડ: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચારણી, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાન્તિ ગૌડ, સયાલી સતઘરે.
વન-ડે સ્ક્વૉડ ઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચારણી, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાન્તિ ગૌડ, સયાલી સતઘરે.