મુંબઈમાં ત્રીજી જાન્યુઆરીએ શ્રીલંકા સામે ટી૨૦ : બૅક-ટુ-બૅક ત્રણ સિરીઝ રમાશે

09 December, 2022 02:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય મેન્સ ટીમ આગામી ત્રીજી જાન્યુઆરીથી બાવીસમી માર્ચ સુધી ઘરઆંગણે એક પછી એક ત્રણ સિરીઝ રમશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય મેન્સ ટીમ આગામી ત્રીજી જાન્યુઆરીથી બાવીસમી માર્ચ સુધી ઘરઆંગણે એક પછી એક ત્રણ સિરીઝ રમશે. પહેલાં શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ તથા ત્રણ વન-ડે રમાશે, ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ અને એ પછી ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ તથા ત્રણ ઓડીઆઇ રમાશે.

શ્રીલંકા સામે ૩ જાન્યુઆરીએ પ્રથમ ટી૨૦ મુંબઈમાં રમાશે. બીજી બે ટી૨૦ પુણે તથા રાજકોટમાં રમાવાની છે. ન્યુ ઝીલૅન્ડ સામેની ૧ ફેબ્રુઆરીની સિરીઝની છેલ્લી ટી૨૦ અમદાવાદમાં રમાશે, જ્યારે માર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી શ્રેણીની ચોથી ટેસ્ટ અમદાવાદમાં અને એ પછી શ્રેણીની પ્રથમ વન-ડે મુંબઈમાં રમાશે.

19
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પોણાત્રણ મહિનામાં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ઘરઆંગણે કુલ આટલી મૅચ રમશે.

sports sports news cricket news india mumbai sri lanka