ક્રિકેટમાં બૅન થવું ટૉર્ચર સમાન છે : પૃથ્વી શૉ

10 April, 2020 06:23 PM IST  |  Mumbai Desk

ક્રિકેટમાં બૅન થવું ટૉર્ચર સમાન છે : પૃથ્વી શૉ

પૃથ્વી શૉ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના યુવા પ્લેયર પૃથ્વી શૉને ગયા વર્ષે ડૉપિંગને લીધે બૅન કરવામાં આવ્યો હતો અને આ બૅન તેને એક ટૉર્ચર સમાન લાગે છે. ડૉપિંગ ટેસ્ટમાં ફેલ થવા બદલ પૃથ્વીને આઠ મહિના માટે બૅન કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં પૃથ્વીએ કહ્યું કે ‘તમે શું ખાઓ છો એ માટે તમારે ઘણા સાવધ રહેવું પડે છે. પેરાસિટામોલ જેવી દવા ખાઓ તો પણ. આ વાત એ દરેક યુવા ખેલાડીઓ માટે છે જેમને આ વાતની ખબર નથી. તમે નાની દવા પણ લેશો તો મહેરબાની કરીને એ તમારા અથવા તો બીસીસીઆઇના ડૉક્ટર પાસેથી અપ્રૂવ કરાવીને લેવી સારી અને એ સિવાય કઈ વસ્તુ પર પ્રતિબંધ છે એ જાણી લેવું જોઈએ. આમ કરવાથી તમને આગળ જતાં કોઈ તકલીફ ન થાય, કેમ કે મારા કેસમાં કફ સિરપ જે પ્રતિબંધિત છે અને મને એ વાતની જાણ નહોતી. આ પરથી મને શીખ મળી અને હવે એ ભૂલ હું પાછી ક્યારે નહીં થવા દઉં. હવે મારે કોઈ સાધારણ દવા પણ લેવી હોય તો હું બીસીસીઆઇના ડૉક્ટરોને પૂછી લઉં છું કે આ દવા પ્રતિબંધિત તો નથીને. ક્રિકેટથી દૂર રહેવાનો સમય મારા માટે અઘરો છે. એ મારા માટે એક જાતનું ટૉર્ચર સમાન હતું અને દરેક લોકો સાથે આવું ન થાય એની કાળજી લેવી જોઈએ.’

prithvi shaw cricket news sports sports news