બંગલા દેશની રેકૉર્ડબ્રેક જીત

03 December, 2012 06:51 AM IST  | 

બંગલા દેશની રેકૉર્ડબ્રેક જીત



હમ ભી હૈ જોશ મેં : કૅરિબિયનો સામે રેકૉર્ડ જીત મેળવ્યા બાદ ખુશખુશાલ બંગલા દેશનો કૅપ્ટન મુશફીકર અને સાથી ખેલાડીઓ.



આ પહેલાં સ્કૉટલૅન્ડ સામેની ૧૪૬ રનની જીત એ બંગલા દેશની સૌથી મોટી જીત હતી. આ જીત સાથે બંગલા દેશે પાંચ મૅચોની સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. સિરીઝની હારથી બચવા વેસ્ટ ઇન્ડીઝે બાકીની ત્રણેત્રણ મૅચ જીતવી પડશે.

બંગલા દેશના ઓપનર અનામુલ હકની ૧૪૫ બૉલમાં બે સિક્સર અને ૧૩ ફોર સાથે ૧૨૦ રનની લાજવાબ સેન્ચુરી તથા કૅપ્ટન મુશફીકર રહીમે ૮૭ બૉલમાં ૭૯ રનની ઇનિંગ્સ વડે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૨ રનનો ચૅલેન્જિંગ સ્કોર બનાવ્યો હતો. કૅરિબિયન પેસબોલર રવિ રામપૉલે ૪૯ રનમાં પાંચ વિકેટ સાથે બેસ્ટ પફોર્ર્મ કર્યું હતું. કૅરિબિયનો અગાઉથી જ દબાણમાં આવી ગયા હતા, જેમાં ક્રિસ ગેઇલ ૨૨ બૉલમાં ૧૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઑફ સ્પિનર સોહાગ ગાઝી (૨૧ રનમાં ત્રણ) અને અબ્દુર રઝાક (૧૯ રનમાં ત્રણ)ની જોડી સામે વેસ્ટ ઇન્ડીઝ ૩૧.૧ ઓવરમાં ફક્ત ૧૩૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને બંગલા દેશે રેકૉર્ડબ્રેક ૧૬૦ રનથી જીત મેળવી હતી.

હવે બુધવારે ત્રીજી અને ડે-નાઇટ વન-ડે મીરપુરમાં રમાશે.