પાકિસ્તાનની ટૂર માટે ખેલાડીઓ પર દબાણ ન કરી શકીએ : બાંગ્લાદેશ બોર્ડ

16 December, 2019 04:21 PM IST  |  Mumbai

પાકિસ્તાનની ટૂર માટે ખેલાડીઓ પર દબાણ ન કરી શકીએ : બાંગ્લાદેશ બોર્ડ

બાંગ્લાદેશ ક્રિકેટ

(આઇ.એ.એન.એસ.) થોડા સમય પહેલાં પાકિસ્તાનની ધરતી પર મૅચ રમવા શ્રીલંકાની ટીમે સિક્યૉરિટી સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં લીધા હતા અને હવે બંગલા દેશનું બંગલા દેશ ક્રિકેટ બોર્ડ પણ પ્લેયરોની સિક્યૉરિટીના મામલે વિચારી રહ્યું છે.

આ સંદર્ભે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ નઝમુલ હસને કહ્યું હતું કે ‘પાકિસ્તાન જવા માટે અમે કોઈ પ્લેયરને ફોર્સ નથી કરી રહ્યા. જો પ્લેયરોને ત્યાં ન જવું હોય તો ન જાય. અમે કોઈને જબરદસ્તી નથી કરવાના. બોર્ડ પણ કોઈને પાકિસ્તાન જવા માટે જબરદસ્તી નહીં કરે. મારા ખ્યાલથી આ વિશે હમણાં વાત કરવી વહેલી કહેવાશે. આ વાતનો ઉકેલ પરિસ્થિતિના આધારે લાવી શકાય.’

બાંગ્લાદેશના પ્લેયર્સની સિક્યૉરિટી બાબતે વાત કરતાં હસને કહ્યું કે ‘પાકિસ્તાનની સિરીઝ માટે અમને સિક્યૉરિટી ક્લિયરન્સ મળે છે કે નહીં એ માટે અમે સરકારને અરજી કરી છે. આ વર્ષે અમારી એક પુરુષોની અને એક મહિલાઓની એમ બે ટીમ પાકિસ્તાનના ટૂર પર ગઈ હતી, પણ આ સિરીઝ માટે હજી કોઈ સિક્યૉરિટી ક્લિયરન્સ પ્રાપ્ત થયું નથી. અમને લાગે છે ત્યાં સુધી સિક્યૉરિટી ક્લિયરન્સ મળી જશે છતાં જો કોઈ પ્લેયર ત્યાં જવા ન ઇચ્છતો હોય તો અમે તેને જબરદસ્તી નહીં કરીએ. સિક્યૉરિટી ક્લિયરન્સ મળ્યા બાદ અમે ક્રિકેટરોના મત જાણીશું અને તેને બોર્ડ સામે મૂક્યા બાદ અંતિમ નિર્ણય લઈશું. ધારણા પ્રમાણે આગામી ચાર-પાંચ દિવસમાં અમે એ વિશે નિર્ણય લઈશું.’ પાકિસ્તાન-બંગલા દેશ વચ્ચે ૨૦૨૦ની જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન બે ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ રમાવાની છે.

cricket news bangladesh