World Cup 2019 : બાંગ્લાદેશે જાહેર કરી 15 સભ્યોની ટીમ

16 April, 2019 10:13 PM IST  |  મુંબઈ

World Cup 2019 : બાંગ્લાદેશે જાહેર કરી 15 સભ્યોની ટીમ

File Photo

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક પછી એક દરેક ટીમો પોત પોતાની ટીમ જાહેર કરવાની શરૂ કરી દીધી છે. ત્યારે સોમવારે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર થયા બાદ પડોશી દેશ બાંગ્લાદેશે પણ પોતાની વર્લ્ડ કપ મટે ટીમની જાહેરાત કરી દીધી છે.


ઇંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન રમનાર વર્લ્ડકપ માટે બાંગ્લાદેશે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. 15 સદસ્યવાળી ટીમની કમાન અનુભવી ફાસ્ટ બોલર મશરફે મોર્તઝાને સોપવામાં આવી છે. જ્યારે શાકિબ-અલ-હસનને ઉપ સુકાની બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી એક પણ વનડે ન રમાનાર અબુ જાયેદને ટીમમાં સ્થાન મળ્યું છે.


તો બીજી તરફ ગત વર્ષે ટેસ્ટ અને ટી20માં ડેબ્યું કરનાર અબુ જાયેદને હજુ સુધી વન-ડે ટીમમાં સ્થાન નથી મળ્યું. ત્યારે તેને વર્લ્ડ કપ માટે 15 સભ્યોના સંભવીતમાં સ્થાન આપીને સૌને ચોકાવી દીધા છે. તેણે
5 ટેસ્ટમાં 11 વિકેટ અને 3 ટી-20 4 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 જૂને કેનિંગ્ટન ઓવલ ખાતે રમશે. તે પહેલા તે 26 મેના પાકિસ્તાન અને 28 મેના રોજ ભારત સામે પ્રેક્ટિસ મેચ રમશે.

આ પણ વાંચો : World Cup 2019:3 ગુજરાતીઓ પર છે ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી

બાંગ્લાદેશની ટીમ:

મશરફે મોર્તઝા (સુકાની), તમીમ ઇકબાલ, લિટન દાસ, મહમદુલ્લાહ, શાકિબ અલ હસન (ઉપ સુકાની), મુશફિકર રહીમ, સૌમ્ય સરકાર, શબ્બીર રહેમાન, મહેંદી હસન, મોહમ્મદ મિથુન, રુબેલ હુસેન, મુસ્તફિઝુર રહેમાન, અબુ જાયેદ,મોસાદેક હુસેન અને મોહમ્મદ સૈફુદીન.

cricket news world cup bangladesh