બંગલાદેશની મલ્ટિ-ફૉર્મેટ ઝિમ્બાબ્વે ટૂર આજથી શરૂ

28 June, 2026 03:57 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૦૦૧થી ૨૦૨૫ વચ્ચે ૨૦ ટેસ્ટ-મૅચ રમાઈ છે. બંગલાદેશ ૯ મૅચ અને ઝિમ્બાબ્વે ૮ મૅચ જીત્યું છે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બંગલાદેશની ટીમ આજે ૨૮ જૂનથી ૧૯ જુલાઈ વચ્ચે ઝિમ્બાબ્વેમાં મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ રમશે. આજથી એકમાત્ર ટેસ્ટ-સિરીઝનો પ્રારંભ થશે. ૬થી ૧૧ જુલાઈ વચ્ચે ત્રણ વન-ડે મૅચ જ્યારે ૧૫થી ૧૯ જુલાઈ વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ શરૂ થશે. 
બંગલાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૦૦૧થી ૨૦૨૫ વચ્ચે ૨૦ ટેસ્ટ-મૅચ રમાઈ છે. બંગલાદેશ ૯ મૅચ અને ઝિમ્બાબ્વે ૮ મૅચ જીત્યું છે. 
ત્રણ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. બન્ને વચ્ચે રમાયેલી છેલ્લી એપ્રિલ ૨૦૨૫ની ટેસ્ટ-મૅચમાં બંગલાદેશે એક ઇનિંગ્સ અને ૧૦૬ રને જીત નોંધાવી હતી.
બન્ને વચ્ચે ૮ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. એમાંથી ઝિમ્બાબ્વે પહેલી ત્રણ સિરીઝ જીત્યું હતું. ૨૦૦૫ અને ૨૦૧૫ની સિરીઝ બંગલાદેશ જીત્યું હતું. જ્યારે અંતિમ બે સહિત ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે.

bangladesh zimbabwe test cricket world test championship sports news sports cricket news