ચિન્નાસ્વામી પાસેથી મહારાજા T20 ટ્રોફીની યજમાની છીનવાઈ ગઈ

08 August, 2025 11:13 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

નાસભાગને કારણે મોટા કાર્યક્રમ માટે અસુરક્ષિત અને અયોગ્ય જાહેર થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમની આગામી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને IPL મૅચની યજમાની પણ ખતરામાં છે

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ૧૧થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહારાજા T20 ટ્રોફી લીગ યોજવા માટે બૅન્ગલોર પોલીસ પાસેથી મંજૂરી મેળવવામાં નિષ્ફળ ગયું છે જેને કારણે આખી ટુર્નામેન્ટ બૅન્ગલોરની બહાર મૈસૂરમાં ખસેડવી પડી છે. નાસભાગને કારણે મોટા કાર્યક્રમ માટે અસુરક્ષિત અને અયોગ્ય જાહેર થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમની આગામી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ અને IPL મૅચની યજમાની પણ ખતરામાં છે. વિમેન્સ પ્લેયર્સની મહારાની T20 ટ્રોફી લીગ ૪ ઑગસ્ટથી બૅન્ગલોરની બહાર અલુરમાં શરૂ થઈ છે. 

m chinnaswamy stadium bengaluru cricket news womens world cup t20 sports sports news indian premier league