બૅન્ગલોરને હવે પહેલી ટ્રોફીની તક કેમેય કરીને નથી ગુમાવવી

25 May, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આજે લખનઉએ જીતીને ડેબ્યુમાં જ ટાઇટલ માટેની રેસમાં ટકી રહેવું છે

પ્રતીકાત્મક તસવીર


વિરાટ કોહલીના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમ ક્યારેય ટ્રોફી જીતવામાં સફળ નહોતી થઈ, પરંતુ આ વખતે ખુદ કોહલી (ગુજરાત સામે ૫૪ બૉલમાં ૭૩) ફૉર્મમાં આવી ગયો હોવાથી નવા કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીને ટ્રોફી અપાવવા કોઈ કસર બાકી નથી રાખવા માગતો. આ બન્ને પ્લેયર્સ ઉપરાંત મૅચ-ફિનિશર દિનેશ કાર્તિક, ગ્લેન મૅક્સવેલ, હર્ષલ પટેલ, જૉશ હૅઝલવુડ સહિતની સ્ટાર ખેલાડીઓવાળી બૅન્ગલોરની ટીમની આજે પ્લે-ઑફમાં વરસાદની આગાહી વચ્ચે નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે મૅચ (એલિમિનેટર) છે. આજે જીતશે એ ટીમે ગઈ કાલની પરાજિત ટીમ સામે રમવું પડશે, જ્યારે આજે હારી જનારી ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.
લખનઉની ટીમ આ સીઝનની બેસ્ટ ઓપનિંગ જોડી (કૅપ્ટન કે. એલ. રાહુલ અને ક્વિન્ટન ડિકૉક) આપી ચૂકી છે અને બૅન્ગલોરના બોલર્સે આ જોડીને નિષ્ફળ બનાવવા કમર કસવાની છે. 

sports news royal challengers bangalore ipl 2022