ભાઈને લઈને ફસાયો બાબર આઝમ

21 May, 2022 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમે ભાઈને મદદ કરવાના ચક્કરમાં મોટી ભૂલ કરી હતી, જેને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ઠપકો આપ્યો હતો.

બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમે ભાઈને મદદ કરવાના ચક્કરમાં મોટી ભૂલ કરી હતી, જેને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ઠપકો આપ્યો હતો. બાબર પોતાના નાના ભાઈને લાહોરમાં નેટ-પ્રૅક્ટિસ માટે લઈ ગયો હતો. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને નિયમ દેખાડ્યા હતા. વળી બાબરે સોશ્યલ મીડિયામાં એક ફોટો પણ શૅર કર્યો હતો, જેમાં તેનો ભાઈ સફીર નેટમાં પ્રૅક્ટિસ કરતો દેખાયો હતો. વળી પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની તેની સામે બોલિંગ કરતો હતો. પીસીબીના નિયમ મુજબ પાકિસ્તાનના ખેલાડી, ફર્સ્ટ ક્લાસ અથવા જુનિયર ક્રિકેટર જ કેન્દ્રની સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ કહ્યું હતું કે બાબર ત્રણ-ચાર દિવસ પહેલાં જ પોતાના ભાઈને લઈને સેન્ટરમાં આવ્યો હતો. તેના ભાઈએ પણ નેટમાં પ્રૅક્ટિસ કરી હતી. નૅશનલ ટીમના કૅપ્ટન બાબરને આ મામલે તેણે કરેલી ભૂલ વિશે જણાવવામાં આવ્યુ હતું અને એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી હતી. 

sports news