05 July, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ
પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાની T20 સ્કિલ વધારવા માટે પ્રખ્યાત ઑસ્ટ્રેલિયન પાવર હિટિંગ કોચ શૅનન યંગની મદદ માગી હતી. બાબરે T20 વર્લ્ડ કપની ચાર મૅચમાં ૧૦૧ના સ્ટ્રાઇક-રેટથી ૧૨૦ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅક્સવેલ અને જેક ફ્રેઝર મૅક્ગર્કના કોચ રહેલા શૅનન યંગ સાથે લાહોરમાં તેણે પ્રાઇવેટ મીટિંગમાં T20 ફૉર્મેટમાં પાવર શૉટ મારવાની ટિપ્સ લીધી હતી.
બાબર આઝમના ભવિષ્યનો નિર્ણય ગૅરી કર્સ્ટન કરશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ હાલમાં કહ્યું હતું કે કૅપ્ટન બાબર આઝમના ભવિષ્ય વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને હેડ કોચ ગૅરી કર્સ્ટન અને ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા પછી જ આગળનો નિર્ણય લેવામાં આવશે. બાબરની કૅપ્ટન્સીમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સુપર-એઇટ રાઉન્ડ પહેલાં જ આઉટ થઈ ગઈ હતી.