12 April, 2025 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હીએ અક્ષરનો શૅર કરેલો ફોટો.
IPL 2025માં દિલ્હી કૅપિટલ્સને પહેલી ચારેચાર મૅચ જિતાડીને ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલે ઇતિહાસ રચ્યો છે. તે સીઝનની પ્રથમ ચાર મૅચ જીતનાર દિલ્હી કૅપિટલ્સનો પ્રથમ કૅપ્ટન બન્યો છે.
આ પહેલાં ૨૦૦૯ની સીઝનમાં સાઉથ આફ્રિકાની ધરતી પર દિલ્હી વીરેન્દર સેહવાગના નેતૃત્વમાં પહેલી ત્રણ મૅચ જીત્યું હતું. ૩૧ વર્ષના અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી ચારેચાર મૅચ જીતીને વર્તમાન સીઝનની એકમાત્ર ટીમ બની છે. ૨૦૨૪થી અત્યાર સુધી દિલ્હીએ પહેલી વાર IPLમાં સળંગ પાંચ જીત નોંધાવી છે.