આવતી કાલથી બિગ બૅશનો બમ્પર શો

15 December, 2011 09:59 AM IST  | 

આવતી કાલથી બિગ બૅશનો બમ્પર શો

 

 

ભારત સહિત ઘણા દેશોના પ્લેયરો માટે દર વર્ષે જંગી કમાણી કરવાનું મહત્વનું માધ્યમ બની ગયેલી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)એ ક્રિકેટજગતને નવી દિશા બતાવી છે. હવે ઑસ્ટ્રેલિયન ક્રિકેટનો ચહેરો બદલી નાખે એવી વ્૨૦ ટુર્નામેન્ટ આવતી કાલે ઑસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહી છે. કેએફસી વ્૨૦ બિગ બૅશ લીગ નામની આ સ્પર્ધા ૪૩ દિવસ સુધી ચાલશે અને એમાં કુલ ૩૧ મૅચ રમાશે. નાતાલ અને નવા વર્ષની રજાઓ હોવાથી હજારોની સંખ્યામાં પ્રેક્ષકો મૅચો જોવા આવશે એવી આયોજકોને ખાતરી છે.

નવાઈની વાત એ છે કે દોઢ મહિનાની આ ટુર્નામેન્ટ દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટસિરીઝ પણ ચાલશે. બીજું આશ્ચર્ય એ છે કે બિગ બૅશની ફાઇનલ ૨૮ જાન્યુઆરીએ રમાશે જેનું ગ્રાઉન્ડ હજી નક્કી નથી થયું અને એ જ દિવસે કાંગારૂઓ સામેની ભારતની ચોથી તથા છેલ્લી ટેસ્ટમૅચનો આખરી દિવસ છે.

પાકિસ્તાનના સ્ટાર્સ છે, પણ ભારતનો એકેય નથી

બિગ બૅશમાં ઑસ્ટ્રેલિયાના તો અનેક સ્ટાર ખેલાડીઓ રમશે જ, પાકિસ્તાનના પણ કેટલાક જાણીતા પ્લેયરો ભાગ લેશે. જોકે ભારતનો આમાં એકેય પ્લેયર નથી. વેસ્ટ ઇન્ડીઝના સૌથી આક્રમક બૅટ્સમેનો ક્રિસ ગેઇલ અને કીરૉન પોલાર્ડ તેમ જ સાઉથ આફ્રિકા તથા ન્યુ ઝીલૅન્ડના પણ કેટલાક બૅટ્સમેનોના હાથ આતશબાજી જોવા મળશે.

બિગ બૅશ વિશે ખાસ

T20 ક્રિકેટના બે સૌથી આક્રમક બૅટ્સમેનો ક્રિસ ગેઇલ અને ડેવિડ વૉૅર્નર એક જ ટીમમાં છે.

મેલબૉર્ન સ્ટાર્સ નામની ટીમે શેન વૉર્નને સાઇન કર્યો એટલે થોડા જ દિવસમાં એક સમયે તેના હરીફ મનાતા લેગ સ્પિનર સ્ટુઅર્ટ મૅક્ગિલે સિડની સિક્સર્સ સાથે કરાર કરી લીધો હતો.

બ્રિસ્બેન હીટ નામની ટીમમાં મૅથ્યુ હેડન પ્લેયર તરીકે તો છે જ, તેણે આ ટીમની અમુક ઇક્વિટી પણ ખરીદી છે.

ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન માઇકલ ક્લાર્ક પોતે જ આ સ્પર્ધામાં નહીં રમવાનો નિર્ણય લીધો છે.

આઉટ-ઑફ-ફૉર્મ ઓપનિંગ બૅટ્સમૅન ફિલિપ હ્યુઝ ટેસ્ટક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગઈ કાલે બિગ બૅશમાંથી નીકળી ગયો હતો.

ગયા વર્ષની બિગ બૅશમાં સધર્ન રેડબૅક્સ ટીમ ચૅમ્પિયન બની હતી. બ્રૅડ હૉજ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૦૨૧ રન કરી ચૂક્યો છે અને સૌથી વધુ ૩૮ વિકેટો ડર્ક નૅનસના નામે છે.

કઈ ટીમનો કૅપ્ટન કોણ?

ઍડીલેડ સ્ટ્રાઇકર્સ (કૅપ્ટન : માઇકલ ક્લિન્જર), બ્રિસ્બેન હીટ (કૅપ્ટન : જેમ્સ હોપ્સ), મેલબૉર્ન રેનીગૅડ્સ (કૅપ્ટન : ઍન્ડ્ર્યુ મૅક્ડૉનાલ્ડ્સ), મેલબૉર્ન સ્ટાર્સ (કૅપ્ટન : કૅમેરન વાઇટ), પર્થ સ્કૉર્ચર્સ (કૅપ્ટન : માર્કર્સ નૉર્થ), સિડની સિક્સર્સ (કૅપ્ટન : બ્રૅડ હૅડિન), સિડની થન્ડર (કૅપ્ટન : ડેવિડ વૉર્નર) અને હૉબાર્ટ હરિકેન્સ (કૅપ્ટન : હજી નક્કી નથી).

બિગ બૅશમાં ક્રિકેટજગતના કયા મુખ્ય પ્લેયરો કઈ ટીમ વતી રમશે?

બાહોશ બૅટ્સમેનો


બેમિસાલ બોલરો


અજબ ઑલરાઉન્ડરો


વન્ડરફુલ વિકેટકીપરો


ફૉર્મેટ કેવી છે?

ગયા વર્ષ સુધી બિગ બૅશમાં ઑસ્ટ્રેલિયાના છ રાજ્યોના નામ પર આધારિત છ ટીમ રમતી હતી, પરંતુ આ વખતથી ફ્રૅન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવેલી કુલ આઠ ટીમ વચ્ચે મુકાબલા થશે.

આઠમાંથી દરેક ટીમ બાકીની સાત ટીમ સામે એક-એક લીગ મૅચ રમશે.

દરેક ટીમમાં બે વિદેશી પ્લેયરોનો સમાવેશ છે. એ ઉપરાંત બીજા બે વિદેશી ખેલાડીઓ વિકલ્પ તરીકે રાખવા દેવામાં આવ્યા છે.

પ્રત્યેક જીત બદલ ટીમને બે પૉઇન્ટ મળશે. ટાઇ કે અનિર્ણીત મૅચ બદલ દરેક ટીમને એક-એક પૉઇન્ટ આપવામાં આવશે.

લીગ રાઉન્ડની ટોચની ચાર ટીમ સેમી ફાઇનલમાં જશે. સેમીમાં ફર્સ્ટ નંબરની ટીમ ફૉર્થ નંબરની ટીમ સામે રમશે. બીજા નંબરવાળી ટીમનો ત્રીજી રૅન્ક ધરાવતી ટીમ સાથે મુકાબલો થશે અને આ બન્ને મૅચની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ ટક્કર થશે.

ટિકિટનો ભાવ શું છે?


નોંધ : બિગ બૅશની મૅચો સિડની, મેલબૉર્ન, ઍડીલેડ, પર્થ અને હૉબાર્ટ જેવા મુખ્ય શહેરોમાં રમાશે.