કૅચિંગ-સ્કિલ સુધારવા વૉર્નરે લીધો ટેનિસ બૉલનો સહારો

25 March, 2020 05:19 PM IST  |  Melbourne | Agencies

કૅચિંગ-સ્કિલ સુધારવા વૉર્નરે લીધો ટેનિસ બૉલનો સહારો

ડેવિડ વૉર્નર

આખી દુનિયા અત્યારે કોરોના વાઇરસથી બચવા માટે સેલ્ફ આઇસોલેશન કરી રહી છે એવામાં ઑસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વૉર્નર પોતે ઘરમાં આઇસોલેશન દરમ્યાન કૅચિંગ-સ્કિલ સુધારી રહ્યો છે. પરિવાર સાથે સમય વિતાવવાની સાથે તે તેની પ્રૅક્ટિસ પર પણ ફોકસ કરી રહ્યો છે. ડેવિડ વૉર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે ટેનિસના રૅકેટ દ્વારા ટેનિસ બૉલને દીવાલ પર ફટકારે છે અને બૉલ રિટર્ન થાય ત્યારે એક હાથ વડે એને કૅચ કરી કૅચિંગની પ્રૅક્ટિસ કરી રહ્યો છે. તેની બાજુમાં તેની દીકરી બેસીને દીવાલ પર ડ્રૉઇંગ કરતી જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર લૉન ટેનિસ રમતો પોતાનો એક વિડિયો અપલોડ કર્યો છે, જેમાં તેની દીકરી પણ બાજુમાં બેસીને પોતાની ગેમ રમી રહી છે. આ વિડિયો શૅર કરીને વૉર્નરે લખ્યું કે ‘એક હાથે કૅચ પકડવાની પોતાની સ્કિલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. યાદ રાખો સૉફ્ટ હૅન્ડ.’

david warner cricket news sports news