ગ્લેન મેક્સવેલ માનસિક બિમારીના કારણે ક્રિકેટથી થોડો સમય રહેશે દુર

31 October, 2019 08:05 PM IST  |  Mumbai

ગ્લેન મેક્સવેલ માનસિક બિમારીના કારણે ક્રિકેટથી થોડો સમય રહેશે દુર

ગ્લેન મેક્સવેલ

Mumbai : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે ક્રિકેટની દુનિયામાં થોડા સમય માટે બ્રેક લીધો છે. મળી રહેલ માહિતી પ્રમાણે તેની માનસિક સ્વાસ્થ્યને લઇને તેણે આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે મેક્સવેલ ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સાઇકોલોજીસ્ટના કહેવા પ્રમાણે મેક્સવેલ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.


મેક્સવેલને બોર્ડ તરફથી પૂરો સહકાર મળશેઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી વડા બેન ઓલિવરે કહ્યું છે કે મેક્સવેલને બોર્ડ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. અમારા ખેલાડીઓ અને કર્મચારીઓનું કલ્યાણ અમારા માટે સર્વોપરિ છે. તેમને અમારું સંપૂર્ણ સમર્થન છે. મેક્સવેલે 7 ટેસ્ટમાં 339, 110 વન-ડેમાં 2877, અને 61 T-20 માં 1,576 રન કર્યા છે. ટેસ્ટ અને વન-ડે માં તેણે સદીઓ ફટકારેલી છે. T-20માં પણ ત્રણ શતકીય રમત રમ્યો છે.

બોર્ડ મેક્સવેલની ઘરેલુ ટીમ વિક્ટોરિયા સાથે કામ કરશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે બોર્ડ મેક્સવેલની ઘરેલુ ટીમ વિક્ટોરિયા સાથે કામ કરશે, જેથી તે પોતાની ઈચ્છા પ્રમાણે પરત ફરવા માટે સફળ થઈ શકે. તે એક ખાસ ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ પરિવારનો મહત્વનો હિસ્સો છે. અમને આશા છે કે ગરમી દરમિયન તેઓ ટીમમાં પાછા જોવા મળશે.


21 વર્ષના વિલ પુકોસ્કીએ પણ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો
મેક્સવેલથી પણ યુવા ક્રિકેટર વિલ પુકોસ્કીએ પણ માનસિક સમસ્યાને લીધે ક્રિકેટથી દૂર રહેવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. તેણે શ્રીલંકા સામે ગત વર્ષ ટેસ્ટ સિરીજ દરમિયાન આ નિર્ણય કર્યો હતો. 21 વર્ષના વિલ હવે પુનરાગમન કરતા પાકિસ્તાન સામે 11મી નવેમ્બરથી યોજાનાર ત્રણ વનડે શ્રેણી માટે અભ્યાસ મેચમાં ઓસ્ટ્રેલિયા-એ માટે રમશે.

cricket news australia glenn maxwell