ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનું 50,000 ડૉલરનું ડોનેશન

04 May, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ સામે ભારતને મદદ કરવા માટે ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૩૭ લાખ રૂપિયા)ની મદદ કરશે.

પ્રતીકાત્મક તસવીર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ સામે ભારતને મદદ કરવા માટે ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૩૭ લાખ રૂપિયા)ની મદદ કરશે. આ ઉપરાંત ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશન (એસીએ) યુનિ‍સેફ ઑસ્ટ્રેલિયા સાથે મળીને ભંડોળ ભેગું કરશે. 

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરને લીધે જે કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ જોઈને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને ઘણું દુઃખ થઈ રહ્યું છે. ભારત સાથે ઑસ્ટ્રેલિયા ઘણી સારી મિત્રતા ધરાવે છે. ભારતને આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ૫૦,૦૦૦ ડૉલરનું ડોનેશન આપશે અને વિશ્વમાં જ્યાં પણ ઑસ્ટ્રેલિયન નાગરિકો વસેલા છે તેમને ભારતને મદદ કરવા અપીલ કરે છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પહેલા પૅટ કમિન્સ અને બ્રેટ લીએ પણ પહેલ કરીને ડોનેશન આપ્યું છે.

cricket news sports news