કૅમરન ગ્રીન IPL 2026માં બોલિંગ માટે પણ ઉપલબ્ધ રહેશે

15 December, 2025 03:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅનેજરની ભૂલને કારણે આૅક્શન-લિસ્ટમાં માત્ર બૅટર છપાયું

કેમરન ગ્રીન

ઑસ્ટ્રેલિયાના યંગ ઑલરાઉન્ડર કેમરન ગ્રીને IPL 2026નાં મિની ઑક્શન પહેલાં મોટી જાહેરાત કરી છે. આવતી કાલે અબુ ધાબીમાં આયોજિત મિની ઑક્શનના લિસ્ટમાં કૅમરન ગ્રીન માત્ર બૅટર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો. હવે ૨૬ વર્ષના આ ફાસ્ટ બોલરે બોલિંગ માટે પણ પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો છે. 
બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ ધરાવતા આ પ્લેયરના મૅનેજરે એક નાની વહીવટી ભૂલ કરીને પ્લેયર-રજિસ્ટ્રેશનમાં ફકત બૅટરનું બૉક્સ સિલેક્ટ કર્યું હતું. ઇન્જરીને કારણે તે IPL 2025ના ઑક્શન અને બોલિંગથી લાંબા સમયથી દૂર રહ્યો હતો. ૨૦૨૩માં તેની પહેલી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને ૧૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ૨૦૨૪માં તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે આટલી જ કિંમતમાં ટ્રેડ થયો હતો. 
૨૯ IPL મૅચમાં ૭૦૭ રન કરવાની સાથે ૧૬ વિકેટ લેનાર કૅમરન ગ્રીન પર મિની ઑક્શનમાં મોટી બોલી લાગશે એવી પ્રબળ સંભાવના છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સમાં તેને ખરીદવા માટે રસાકસી જોવા મળશે એવી ચર્ચા છે, કારણ કે બન્ને ટીમને વિદેશી ઑલરાઉન્ડરની જરૂર છે.  

australia royal challengers bangalore IPL 2026 cricket news sports news sports