19 August, 2025 09:35 AM IST | London | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શે બૉલીવુડસ્ટાર શાહરુખ ખાનની સ્ટાઇલમાં વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ફોટો પડાવ્યો.
સાઉથ આફ્રિકા સામે હાલમાં ૨-૧થી T20 સિરીઝ જીતનાર યજમાન ઑસ્ટ્રેલિયા આજથી આ હરીફ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ટકરાશે. આજથી ૨૪ ઑગસ્ટ દરમ્યાન રમાનારી આ સિરીઝની દરેક મૅચ ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યે શરૂ થશે. સિરીઝ પહેલાં બન્ને ટીમના કૅપ્ટન્સે સિરીઝની ટ્રોફીના ફોટોશૂટ દરમ્યાન નૅશનલ ફ્લૅગ, બૅટની સાથે બૉલીવુડસ્ટાર શાહરુખ ખાનનો આઇકૉનિક પોઝ પણ આપ્યો હતો.
બન્ને ટીમ વચ્ચે વર્ષ ૧૯૯૩-’૯૪થી ૧૪ વખત વન-ડે સિરીઝ રમાઈ છે. એમાંથી પહેલી અને વર્ષ ૨૦૦૦ની એક-એક સિરીઝ ડ્રૉ રહી હતી. ઑસ્ટ્રેલિયા માત્ર ચાર સિરીઝ જીત્યું છે જ્યારે સાઉથ આફ્રિકા ૮ સિરીઝ જીત્યું છે. નવેમ્બર ૨૦૧૪માં ઑસ્ટ્રેલિયા આ ટીમ સામે છેલ્લી વન-ડે સિરીઝ જીત્યું હતુ. ત્યાર બાદની ચારેય સિરીઝ સાઉથ આફ્રિકાએ જીતી છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૧૦ |
|
સાઉથ આફ્રિકાની જીત |
૫૫ |
|
ઑસ્ટ્રેલિયાની જીત |
૫૧ |
|
ટાઈ |
૩ |
|
નો-રિઝલ્ટ |
૧ |