✕

સૅન્ડપેપર કાંડનાં ૮ વર્ષ પછી કાંગારૂઓ સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ-મૅચ રમશે

09 October, 2026 02:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૮ની કેપટાઉન ટેસ્ટ-મૅચમાં ત્રણ ઑસ્ટ્રેલિયન બૉલ-ટેમ્પરિંગમાં ફસાયા હતા

કાંગારૂઓ સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ-મૅચ રમશે

ડરબનમાં આજથી સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૩ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. માર્ચ ૨૦૧૮ની કુખ્યાત સિરીઝ પછી કાંગારૂઓ પહેલી વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-ફૉર્મેટ રમશે. ૮ વર્ષ પહેલાં કેપટાઉન ટેસ્ટ-મૅચમાં કૅમરન બેનક્રૉફ્ટ, ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ સૅન્ડપેપરથી બૉલ-ટેમ્પરિંગ કરતાં પકડાયા હતા. 
સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૦૨ ટેસ્ટ-મૅચ રમાઈ છે એમાંથી કાંગારૂઓ ૫૪ મૅચ જીત્યા છે અને આફ્રિકન ટીમે ૨૭ મૅચમાં બાજી મારી છે, જ્યારે ૨૧ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. છેલ્લે બન્ને દેશો વચ્ચે જૂન ૨૦૨૫માં લૉર્ડ્‍સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાએ ઐતિહાસિક ICC ટાઇટલ જીત્યું હતું. 
બન્ને વચ્ચે રમાયેલી ૨૮ ટેસ્ટ-સિરીઝમાંથી કાંગારૂઓ ૧૭ સિરીઝ અને સાઉથ આફ્રિકનો ૬ સિરીઝ જીત્યા છે, જ્યારે પાંચ સિરીઝ ડ્રૉ રહી હતી. ૨૦૨૩માં રમાયેલી અંતિમ ટેસ્ટ-સિરીઝ ઑસ્ટ્રેલિયાએ જીતી હતી. 
સાઉથ આફ્રિકામાં બન્ને ટીમો ૧૫ ટેસ્ટ-સિરીઝ રમી છે. એમાંથી ૯ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા અને ૩ સિરીઝમાં સાઉથ આફ્રિકા વિજેતા બન્યું હતું. અન્ય ૩ સિરીઝ ડ્રૉ રહી હતી. સાઉથ આફ્રિકાની ધરતી પર ઑસ્ટ્રેલિયા છેલ્લે ૨૦૧૪માં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. 

south africa australia pat cummins test cricket sports news sports cricket news