ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ક્રિકેટ સિરીઝમાં દર્શકોને પ્રવેશ

15 September, 2020 02:22 PM IST  |  Melbourne | IANS

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ક્રિકેટ સિરીઝમાં દર્શકોને પ્રવેશ

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે યોજાનારી સિરીઝમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની અનુમતિ આપવામાં આવશે. માર્ચ મહિના બાદ પહેલી વાર દર્શકોને કોઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સિરીઝમાં આવવાની અનુમતિ આપવામાં આવી છે.
ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાશે.
ગ્રાઉન્ડને ૬ ઝોનમાં વિભાજિત કરવામાં આવશે અને દર્શકોને પોતાની જગ્યાએથી બીજે કશે જવાની અનુમતિ આપવામાં નહીં આવે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં એક સારો માહોલ બની રહે એ માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પ્રેક્ષકોને ચિયરિંગ, સિન્ગિંગ અને અવાજ કરતા રહેવાની સલાહ આપી છે.બન્ને દેશો વચ્ચે પહેલી ટી૨૦ મૅચ ૨૬ સપ્ટેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.

cricket news australia new zealand