સ્મિથને પહેલી વાર સ્ટમ્પ-આઉટ કરવાની કાંગારૂઓએ તક ગુમાવી

24 November, 2012 07:46 AM IST  | 

સ્મિથને પહેલી વાર સ્ટમ્પ-આઉટ કરવાની કાંગારૂઓએ તક ગુમાવી




જોકે તેની આ કૅપ્ટન્સ ઇનિંગ્સમાં વિકેટકીપર મૅથ્યુ વેડના હાથે ૪૬ રન પર મળેલા જીવતદાનનું પણ ઘણું મહત્વ હતું.

સ્મિથ ૧૦ વર્ષની ટેસ્ટકરીઅરમાં ૧૮૨ ટેસ્ટઇનિંગ્સ રમ્યો છે અને એમાં ક્યારેય તેમણે સ્ટમ્પિંગમાં વિકેટ નથી ગુમાવી. ગઈ કાલે તે ૪૬ રન પર હતો ત્યારે સાઉથ આફ્રિકનું ટોટલ વિના વિકેટે ૮૬ રન હતું અને એ સમયે હરીફ સુકાની માઇકલ ક્લાર્કના બૉલમાં તે આઉટ થતાં બચી ગયો હતો. તે ક્લાર્કના બૉલને લેગ સાઇડ તરફ ફ્લિક કરવાના પ્રયાસમાં ચૂક્યો હતો અને વિકેટકીપર વેડ બૉલ પરની એકાગ્રતા ન હોવાને કારણે ફમ્બલ થયો હતો અને તેની બેલ્સ ઉડાડવામાં નિષ્ફળ ગયો હતો.

સ્મિથ ૭૮ રન પર હતો ત્યારે જેમ્સ પૅટિન્સનના બૉલમાં વેડના હાથમાં કૅચઆઉટ થયો હોવાની અપીલ થઈ હતી. અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો, પરંતુ અપીલ રિવ્યુ માટે ગઈ હતી અને હૉટ-સ્પૉટમાં તેના બૅટને બૉલ સ્પશ્યોર્ હોવાનો કોઈ પુરાવો નહોતો મળ્યો અને અમ્પાયરનો નિર્ણય રદ જાહેર કરવામાં આવ્યો હતો. એ રીતે સ્મિથને ૨૬મી ટેસ્ટસેન્ચુરી પહેલાં ઑર એક જીવતદાન મળ્યું હતું. જોકે રિકી પૉન્ટિંગ એ સમયે સ્મિથ સાથે હળવી વાતો કરતો જોવા મળ્યો હતો જેમાં પૉન્ટિંગ તેને એવું કહી રહ્યો હતો કે તેના બૅટની એજ હતી જ.

૫૦૦નું ટોટલ લકી નથી

ઍડીલેડમાં કોઈ ટીમે ફસ્ર્ટ બૅટિંગમાં ૫૦૦ કરતાં વધુ રન બનાવ્યા હોય એવી આગલી પાંચ મૅચમાંથી બે મૅચમાં આવી ટીમ જીતી છે, બે મૅચમાં હારી છે અને એક મૅચ ડ્રૉ થઈ છે.

ક્લાર્ક સિરીઝમાં પહેલી વાર આઉટ


એક વર્ષમાં ચાર વખત ૨૦૦ રનના આંકડા પર પહોંચનાર વિશ્વનો પ્રથમ પ્લેયર માઇકલ ક્લાર્ક (૨૩૦ રન, ૨૫૭ બૉલ, ૧ સિક્સર, ૪૦ ફોર) ગઈ કાલે મૉર્ની મૉર્કલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો.

ક્લાર્ક ગઈ કાલે સિરીઝમાં પહેલી વાર આઉટ થયો હતો. આ વિકેટ પહેલાં તેણે સિરીઝમાં કુલ ૪૮૯ રન બનાવ્યા હતા. તે બ્રિસ્બેનની ફસ્ર્ટ ટેસ્ટમૅચમાં ૨૫૯ રને નૉટઆઉટ રહ્યો હતો

૬૮ રનમાં પડી પાંચ વિકેટ

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પ્રથમ દાવમાં છેલ્લી પાંચ વિકેટ માત્ર ૬૮ રનમાં ગુમાવી હતી. છેલ્લા ૨૦ વર્ષમાં ઍડીલેડની ફ્સ્ર્ટ ઇનિંગ્સમાં આખરી પાંચ વિકેટ માટેના તેમના આ સૌથી ઓછા રન છે. છેલ્લે તેમનો આવો ધબડકો ૧૯૯૨માં ભારત સામે થયો હતો.