બિગ બૅશમાં બ્રિસ્બેનની ટીમનો સતત બીજો પરાજય : ક્વિનીના ૯૭, વૉર્નની પ્રાઇઝ વિકેટ

21 December, 2011 09:24 AM IST  | 

બિગ બૅશમાં બ્રિસ્બેનની ટીમનો સતત બીજો પરાજય : ક્વિનીના ૯૭, વૉર્નની પ્રાઇઝ વિકેટ

 

મેલબૉર્ન સ્ટાર્સે ટૉસ જીત્યા પછી ઓપનર અને મૅન ઑફ ધ મૅચ રૉબર્ટ ક્વિની (૯૭ રન, ૬૦ રન, ૬ સિક્સર, ૫ ફોર) અને ડેવિડ હસી (૪૫ રન, ૩૨ બૉલ, ૧ સિક્સર, ૪ ફોર)ની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. બ્રિસ્બેન હીટના નૅથન હૉરિટ્ઝે ૧૮ રનમાં ૩ વિકેટ લીધી હતી.

બ્રિસ્બેન હીટની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૯ રન બનાવી શકી હતી અને માત્ર ૮ રનથી હારી ગઈ હતી. લ્યુક રાઇટની ૨૦મી ઓવરમાં જીતવા માટે ૨૦ રન કરવાના હતા અને બ્રિસ્બેન હીટના બૅટ્સમેનો રાયન હૅરિસ અને માઇકલ નેસર ફક્ત ૧૧ રન કરી શક્યા હતા. મેલબૉર્ન સ્ટાર્સના ક્લિન્ટ મકાયે મૅથ્યુ હેડન સહિત ત્રણ વિકેટ લીધી હતી. જોકે ઇનિંગ્સની ૧૦મી ઓવર શેન વૉર્ને કરી હતી જેમાં તેણે સૌથી ડેન્જરસ બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમ (૩૬ રન, ૨૫ બૉલ, ૧ સિક્સર, ૩ ફોર)ને આઉટ કરીને મેલબૉર્ન સ્ટાર્સની ટીમને જીતની દિશામાં મોકલી હતી.