✕

ડરબનમાં ટેસ્ટ-ઇનિંગ્સમાં પાંચના રન-રેટથી સ્કોર કરનાર પહેલી ટીમ બની ઑસ્ટ્રેલિયા

13 October, 2026 03:09 PM IST  |  Durban | Gujarati Mid-day Correspondent

ડરબન ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાએ યજમાન સાઉથ આફ્રિકા સામે ૪૨૧ રનનો મોટો ટાર્ગેટ સેટ કર્યો છે.

ડરબન ટેસ્ટ-મૅચ

ડરબન ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાએ યજમાન સાઉથ આફ્રિકા સામે ૪૨૧ રનનો મોટો ટાર્ગેટ સેટ કર્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૩૯૦ રન કરનાર કાંગારૂઓએ ૫૮ ઓવરમાં ૩૧૪-૬ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૮૪-૧૦નો જ સ્કોર કરી શકેલી સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ૨૨ ઓવર સુધીમાં ૬૫-૧નો સ્કોર કર્યો હતો.

 
ચોથા દિવસની રમતમાં કાંગારૂઓએ છઠ્ઠી ઓવરમાં ૩૩-૦ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ૫.૪૧ના રન-રેટથી બૅટિંગ કરી હતી. ડરબનમાં અગાઉ ૨૦૦૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે સાઉથ આફ્રિકાએ હાઇએસ્ટ ૪.૬૩ના રન-રેટથી બૅટિંગ કરી હતી.

પહેલી ઇનિંગ્સમાં ૧૯૦ રન કરનાર મૅટ રેનશૉએ ૯૯ બૉલમાં ૭ ફોર, બે સિક્સની મદદથી ૮૨ રન કર્યા હતા. પહેલા દાવામાં ૩૩ બૉલમાં ઝીરો પર આઉટ થયેલા ઓપનર નિક મૅડિન્સને ૩૮ બૉલમાં ૪૮ રન કર્યા હતા. પૅટ કમિન્સે ઇનિંગ્સ ડિક્લેર કરતાં પહેલાં ૧૨ બૉલમાં ૪ સિક્સની મદદથી અણનમ ૩૨ રન કર્યા હતા. સાઉથ આફ્રિકા માટે કેશવ મહારાજ અને ઍન્રિક નોર્ખિયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. 

durban australia south africa sports sports news indian cricket team cricket news