ન્યુ ઝીલૅન્ડને સિડનીના ખાલીખમ સ્ટેડિયમમાં ૭૧ રનથી હરાવ્યું ઑસ્ટ્રેલિયાએ

14 March, 2020 01:44 PM IST  |  Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડને સિડનીના ખાલીખમ સ્ટેડિયમમાં ૭૧ રનથી હરાવ્યું ઑસ્ટ્રેલિયાએ

કેન રિચર્ડસને જીભ સુકાઈ રહી હોવાની ફરિયાદ કરતાં તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેને ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડેથી દૂર રાખવામાં આવ્યો હતો

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ખાલી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ૭૧ રનથી હરાવ્યું હતું. કોરોના વાઇરસના કેસ ઑસ્ટ્રેલિયામાં પણ વધી ગયા છે અને એથી જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગઈ કાલે ખાલી સ્ટેડિયમમાં મૅચ રમાડવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાએ ૭ વિકેટના નુક્સાને ૨૫૮ રન કર્યા હતા. ડેવિડ વૉર્નર અને ઍરોન ફિન્ચે સૌથી વધુ અનુક્રમે ૬૭ અને ૬૦ રન કર્યા હતા. ઈશ સોધીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મિચેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને પણ બે-બે વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૮૭ પર ઑલઆઉટ થઈ હતી. પૅટ કમિન્સ અને મિચેલ માર્શે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે જોશ હૅઝલવુડ અને ઍડમ ઝેમ્પાએ બે-બે વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડમાં માર્ટિન ગપ્ટીલ સૌથી વધુ ૪૦ રન કરવા માટે સક્ષમ રહ્યો હતો. 

sydney australia new zealand cricket news sports sports news