ભારત આસાન લાગતી જીત તો ન મેળવી શક્યું, પણ ૧૨૨ રનથી હાર્યું

30 December, 2011 05:39 AM IST  | 

ભારત આસાન લાગતી જીત તો ન મેળવી શક્યું, પણ ૧૨૨ રનથી હાર્યું



મેલબર્ન: ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ભારતને પ્રથમ ટેસ્ટમૅચમાં હાર આપી ત્યાર બાદ કાંગારૂઓના કૅપ્ટન માઇકલ ક્લાર્કે પત્રકારોને કહ્યું હતું કે ‘જેમ્સ પૅટિન્સન, પીટર સીડલ અને બેન હિલ્ફેનહાઉસને સાથ આપીને બોલિંગપાવર ઑર સ્ટ્રૉન્ગ કરવા રાયન હૅરિસ ૩ જાન્યુઆરીએ શરૂ થતી બીજી ટેસ્ટથી કમબૅક કરી રહ્યો છે. તે ફિટ છે અને સિડનીની પિચ ફાસ્ટ બોલરતરફી હશે તો અમે હૅરિસને ટીમમાં સમાવીશું જ.’

ભારત છેલ્લી ચાર વિદેશી ટૂરમાં ગઈ કાલે ત્રીજી વખત સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયું હતું. ભારત ૩૦૦ની અંદરનો ટાર્ગેટ મળશે તો આસાનીથી જીતી જશે એવું

બુધવારે કહેનાર વીરેન્દર સેહવાગ ગઈ કાલે ફક્ત ૭ રન બનાવી શક્યો હતો. માઇક હસીએ બેન હિલ્ફેનહાઉસના બૉલમાં તેનો કૅચ પકડ્યો હતો.

ડેવિડ વૉર્નરે છેલ્લા બૅટ્સમૅન ઉમેશ યાદવ (૨૧ રન, ૨૫ બૉલ, ૧ સિક્સર, બે ફોર)નો બાઉન્ડરી લાઇનની લગોલગ અફલાતૂન કૅચ પકડ્યો હતો અને એ સાથે ઑસ્ટ્રેલિયાએ ચાર મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.

પૅટિન્સન મૅન ઑફ ધ મૅચ

પ્રથમ દાવમાં બે અને ગઈ કાલે ચાર વિકેટ લેનાર ફાસ્ટ બોલર જેમ્સ પૅટિન્સનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તે ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૮ રને અને ગઈ કાલે ૩૭ રને નૉટઆઉટ પણ રહ્યો હતો.

કાંગારૂઓ ૯૦ મિનિટ સુધી ફર્યા

માઇકલ ક્લાર્ક અને તેના સાથીપ્લેયરો ઇનામ-વિતરણ સમારંભ પછી ૯૦ મિનિટ સુધી મેદાન પર ફર્યા હતા અને વિક્ટરી-સૉન્ગ ગાઈને હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

કૅપ્ટન ધોનીએ બોલરોને કહ્યું કે પૂંછડિયાઓની વિકેટ લેતાં શીખો

મહેન્દ્ર સિંહ ધોનીએ હારીગયા પછી પત્રકારોને સંબોધન કર્યું હતું. બોલરોએ ઑસ્ટ્રેલિયાના પૂંછડિયા બૅટ્સમેનોને સસ્તામાં આઉટ કરતા શીખી જ જવું પડશે. ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં છેલ્લી બે વિકેટ અમને ૭૪ રનના ખર્ચે પડી જે બહુ ખરાબ થયું.

૨૯૦થી ૩૦૦નો ટાર્ગેટ મેળવી શકીશું એવું બુધવારે લાગતું હતું. જોકે માત્ર ૧૬૯ રનમાં ઑલઆઉટ થઈ ગયા. બન્ને દાવમાં બોલરોએ બહુ સારી બોલિંગ કરી, પરંતુ બૅટ્સમેનોએ નિરાશ કર્યા. મોટા ભાગના બૅટ્સમેનોએ ખરાબ પફોર્ર્મ કર્યું જેનું મને બહુ દુ:ખ છે.

સ્કોર-ર્બોડ

ઑસ્ટ્રેલિયા : પ્રથમ દાવ

૩૩૩ રને ઑલઆઉટ

ભારત : પ્રથમ દાવ

૨૮૨ રને ઑલઆઉટ

ઑસ્ટ્રેલિયા : બીજો દાવ


૨૪૦ રને ઑલઆઉટ (હસી ૮૯, પૉન્ટિંગ ૬૦, પૅટિન્સન ૩૭ નૉટઆઉટ, ઉમેશ ૭૦ રનમાં ચાર, ઝહીર ૫૩ રનમાં ત્રણ, ઇશાન્ત ૪૩ રનમાં બે અને અશ્વિન ૬૦ રનમાં એક વિકેટ)

ભારત : બીજો દાવ


૧૬૯ રને ઑલઆઉટ (સચિન ૩૨, અશ્વિન ૩૦, ધોની ૨૩, ઉમેશ ૨૧, પૅટિન્સન ૫૩ રનમાં ચાર, સીડલ ૪૨ રનમાં ત્રણ, હિલ્ફેનહાઉસ ૩૯ રનમાં બે અને લીઓન ૨૫ રનમાં એક વિકેટ)