પર્થની પિચના ઍવરેજ રેટિંગથી ઑસ્ટ્રેલિયાના કોચને થયું આશ્ચર્ય

14 February, 2019 02:26 PM IST  | 

પર્થની પિચના ઍવરેજ રેટિંગથી ઑસ્ટ્રેલિયાના કોચને થયું આશ્ચર્ય

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગર

ઑસ્ટ્રેલિયન ટીમના કોચ જસ્ટિન લૅન્ગરે પર્થની પિચને સામાન્ય કોટીનું રેટિંગ આપવા બદલ આર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બૉલ અને બૅટ વચ્ચે સમતોલન ન જળવાય તો ટેસ્ટ-ક્રિકેટ નીરસ થઈ જશે. પર્થની પિચને ઍવરેજ રેટિંગ મળતાં મને આર્ય થયું. કેટલાક બૉલ નીચા રહ્યા હતા, પરંતુ મને લાગે છે કે આ એક રોમાંચક ટેસ્ટ-મૅચ હતી. આ પર્થની સૌથી ઝડપી પિચ હતી.’

ઑસ્ટ્રેલિયાએ પર્થમાં બીજી ટેસ્ટ જીતીને ચાર મૅચોની સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. ત્રીજી ટેસ્ટના મેલબર્ન ક્રિકેટ મેદાનની પિચ વિશે લૅન્ગરે કહ્યું હતું કે ‘પિચ પર થોડું ઘાસ જોઈને સારું લાગી રહ્યું છે. ટેસ્ટમાં સૌથી મહત્વપૂર્ણ ચીજ પિચ છે. જો તમારી પાસે શાનદાર પિચ હશે તો બૉલ અને બૅટ વચ્ચે ટક્કર થશે જેને કારણે ટેસ્ટ-ક્રિકેટ જીવંત રહેશે.’

ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રીજી ટેસ્ટમાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા પીટર હેન્ડ્સ્કૉમ્બને બદલે ઑલરાઉન્ડર મિચલ માર્શને તક આપી શકે છે. લૅન્ગરે કહ્યું હતું કે ‘ટીમમાં એક એવો ઑલરાઉન્ડર ખેલાડી હોવો જોઈએ જે કેટલીક ઓવર ફેંકી શકે. એથી ઍડીલેડ અને પર્થ જેવી પિચ ન હોવાથી આ વાત મહત્વની સાબિત થશે.’

border-gavaskar trophy perth team india australia international cricket council