સુશાંતની ઍક્ટિંગ જોઈને લાગતું હતું કે એ સુશાંત છે કે રિયલ ધોની : વૉટ્સન

16 June, 2020 09:18 AM IST  |  New Delhi | Agencies

સુશાંતની ઍક્ટિંગ જોઈને લાગતું હતું કે એ સુશાંત છે કે રિયલ ધોની : વૉટ્સન

શેન વૉટ્સન

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર શેન વૉટ્સનનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતની ઍક્ટિંગ એટલી અદ્ભુત હતી કે તે પોતે છે કે રિયલ મહેન્દ્ર સિંહ ધોની છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જતું હતું. ધોનીની બાયોપિક ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ઍક્ટિંગનાં ખૂબ વખાણ થયાં હતાં. સુશાંતે કરેલા સુસાઇડને લઈને શેન વૉટ્સને ટ્વીટ કર્યું હતું કે ‘મારા દિમાગમાં સતત સુશાંત સિંહ રાજપૂતના વિચારો ચાલી રહ્યા છે. આ ખૂબ જ દુખદ છે. ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં તમે ઘણી વાર ભૂલી જાઓ કે સુશાંત કામ કરી રહ્યો છે કે ધોની પોતે. તેણે ખૂબ જ અદ્ભુત પાત્ર ભજવ્યું હતું અને તેના વગર આ દુનિયા અધૂરી રહેશે. તે ખૂબ જ જલદી જતો રહ્યો.’

shane watson cricket news sports news sushant singh rajput