ઇંચિયોન એશિયન ગેમ્સની ભવ્ય સમાપ્તિ

05 October, 2014 05:41 AM IST  | 

ઇંચિયોન એશિયન ગેમ્સની ભવ્ય સમાપ્તિ







ગઈ કાલે સાઉથ આફ્રિકાના ઇંચિયોનમાં ૧૭મી એશિયન ગેમ્સની સમાપ્તિ થઈ હતી અને એનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ એશિયન ગેમ્સ ૧૬ દિવસ ચાલ્યો હતો જેમાં ૧૪ નવા વર્લ્ડ રેકૉર્ડ બન્યા હતા, જ્યારે ૧૭ રેકૉર્ડ તૂટ્યા હતા. જોકે ડોપિંગના પણ ૬ કેસ નોંધાયા હતા.

૩૬ સ્પોર્ટ્સની ૪૩૯ ઇવેન્ટ્સમાં ચીને ૧૫૧ ગોલ્ડ, ૧૦૯ સિલ્વર અને ૮૩ બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા તથા સતત નવમી વાર પહેલા સ્થાને રહ્યું હતું. સાઉથ કોરિયા બીજા અને જપાન ત્રીજા સ્થાને રહ્યું હતું.

ઇંચિયોનમાં યોજાયેલી ૧૭મી એશિયન ગેમ્સમાં કુલ ૪૫ દેશોના ૧૪,૦૦૦થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૩૭ દેશોને વિવિધ ગેમ્સમાં મેડલ મળ્યા હતા. જોકે ભૂતાન, માલદિવ્ઝ અને ઈસ્ટ તિમોરને કોઈ મેડલ મળ્યો નહોતો અને એમણે હવે ૪ વર્ષ બાદ ૨૦૧૮માં જકાર્તામાં રમાનારી એશિયન ગેમ્સ પર નજર રાખવી પડશે.