30 September, 2026 12:54 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
વરસાદને કારણે કોરોગી સ્પોર્ટ્સ પાર્કના મેદાન પર કવર લાંબા સમય સુધી રહ્યાં હતાં
એશિયન ગેમ્સ 2026માં સતત બીજા દિવસે મેન્સ ક્રિકેટની ક્વૉર્ટર ફાઇનલ મૅચો વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે રદ રહી હતી. ભારત-પાકિસ્તાનની જેમ શ્રીલંકા-બંગલાદેશ ટીમ પણ ટુર્નામેન્ટમાં એક પણ બૉલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચી છે. એશિયન ગેમ્સમાં પહેલી વખત ક્રિકેટ ઇવેન્ટમાં ૪ ટીમો મૅચ રમ્યા વગર સેમી-ફાઇનલ સુધી પહોંચી છે.
ગઈ કાલે કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે અધિકારીઓએ પહેલાં શ્રીલંકા-નેપાલ વચ્ચેની અને પછી બંગલાદેશ અને મલેશિયા વચ્ચેની મૅચ ટૉસ વિના રદ કરી હતી.
શ્રેષ્ઠ ICC રૅન્કિંગને કારણે શ્રીલંકા (નંબર ૯) અને બંગલાદેશ (નંબર ૮) મેદાન પર ઊતર્યા વિના જ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં. નેપાળ (નંબર ૧૪) અને મલેશિયા (નંબર ૨૫) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયાં છે.
સવારે ૫.૩૦ વાગ્યે : પાકિસ્તાન vs બંગલાદેશ
સવારે ૧૦ વાગ્યે : ભારત vs શ્રીલંકા