17 September, 2026 02:27 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
જપાનમાં એશિયન ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમનીમાં બે દિવસ પહેલાં આજથી વિમેન્સ ક્રિકેટ ઇવેન્ટનો પ્રારંભ થશે. ૮ ટીમો વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડથી ઇવેન્ટની શરૂઆત થશે.
એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટની ૨૦૧૦ અને ૨૦૧૪ની પહેલી બે ઇવેન્ટમાં પાકિસ્તાન વિજેતા બન્યું હતું. ૨૦૨૨માં ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી.
આ ત્રણ સીઝનમાંથી પહેલી બે આવૃત્તિમાં બંગલાદેશ અને અંતિમમાં શ્રીલંકા રનર અપ રહીને સિલ્વર મેડલ જીત્યા હતા. ત્રણ સીઝનમાં અનુક્રમે જપાન, શ્રીલંકા અને બંગલાદેશ ત્રીજા ક્રમે રહીને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં બંગલાદેશ-ચીન અને પાકિસ્તાન-થાઇલૅન્ડની ટક્કર થશે. આવતી કાલે મલેશિયા-શ્રીલંકાની મૅચ પછી ડિફેન્ડિગ ચૅમ્પિયન ભારત અને યજમાન જપાનની ટક્કર થશે. કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં જ ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ પછી ૨૦ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ, બાવીસ સપ્ટેમ્બરે બ્રૉન્ઝ મેડલ અને ફાઇનલ મૅચ પણ રમાશે. ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ અને ૧૦.૩૦ વાગ્યે મૅચો શરૂ થશે.