06 September, 2026 11:05 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એશિયન ગેમ્સ 2026 પહેલાં ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA) અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે ખેલાડીઓના રોકાણ અને સુવિધાઓને લઈને મહત્ત્વનો વળાંક આવ્યો છે. જપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમો માટે કોઈ પણ પ્રકારની વિશેષ આવાસ-વ્યવસ્થા કરવાનો IOAએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ‘આ રમતોત્સવમાં ભાગ લઈ રહેલા તમામ ૩૬ રમતોના ખેલાડીઓ સમાન છે અને ક્રિકેટર્સ માટે કોઈ અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. હવે ક્રિકેટ બોર્ડ નિર્ણય લેવાનો રહેશે. જો આયોજકો દ્વારા આપવામાં આવેલી થ્રી અને ફોર સ્ટાર હોટેલ્સ અને કૅબિન રૂમ ક્રિકેટ બોર્ડની જરૂરિયાતોને અનુરૂપ ન હોય તો બોર્ડ પોતાની સ્વતંત્ર વ્યવસ્થા કરવા માટે મુક્ત છે.’
ભારતની ટોચની મેન્સ ડબલ્સની બૅડ્મિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આ વર્ષે ત્રીજી વખત ફાઇનલ રમશે. સિંગાપોર ઓપન અને થાઇલૅન્ડ ઓપન પછી હવે તેઓ ચાઇના માસ્ટર્સ 750 ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા છે.
ગઈ કાલે તેઓ સતત ચોથી વખત ચાઇના માસ્ટર્સ 750 ટુર્નામેન્ટની સેમી-ફાઇનલ મૅચ રમવા ઊતર્યા હતા. ભારતની સ્ટાર જોડી સાત્વિક-ચિરાગે મલેશિયાની હરીફ જોડી સામે ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૧ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવી હતી. સાત્વિક-ચિરાગ ચાઇના માસ્ટર્સમાં ૨૦૨૩ અને ૨૦૨૫માં રનરઅપ રહ્યા હતા.
જુલાઈ મહિનામાં પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરનાર ક્રિકેટર અર્શદીપ સિંહ અને ઍક્ટ્રેસ-મૉડલ સમરીન કૌરના નવા ફોટો વાઇરલ થયા છે. એલિયન ટૅટૂ નામના સ્ટૂડિયોમાં બન્નેએ એકબીજાના નામનું નાનું ટૅટૂ હાથ પર ચીતરાવ્યું હતું. અર્શદીપ સિંહના નામનું શૉર્ટ ફૉર્મ AS ગર્લફ્રેન્ડ સમરીન કૌરના હાથ પર હતું, જ્યારે સમરીન કૌરનું શૉર્ટ ફૉર્મ SK બૉયફ્રેન્ડ અર્શદીપ સિંહના હાથ પર હતું.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે શનિવારે ઇન્ડોનેશિયા પર ૧૪-૦થી ધમાકેદાર વિજય સાથે મેન્સ હૉકી જુનિયર એશિયા કપ 2026ના પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો. ભારતે વિમેન્સ હૉકી જુનિયર એશિયા કપ 2026ના પોતાના પ્રથમ મુકાબલામાં સાઉથ કોરિયા સામે ૪-૧થી જીત નોંધાવી હતી. આજે સવારે ભારતની મેન્સ ટીમ જપાન સામે અને વિમેન્સ ટીમ મલેશિયા સામે ટકરાશે.