વિચલિત ન થાઓ અને પ્રદર્શન પર જ ધ્યાન કેન્દ્રિત કરો, ફક્ત આગળ વધો અને જીતો

12 September, 2025 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામેની એશિયા કપ ટક્કર પહેલાં કપિલ દેવની ભારતીય પ્લેયર્સને સલાહ

કપિલ દેવ

ભારતીય ટીમના ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે પાકિસ્તાન સામેની તેમની હાઈ-વૉલ્ટેજ એશિયા કપ મૅચ પહેલાં ભારતીય ટીમને અમૂલ્ય સલાહ આપી છે. એક ઇવેન્ટ દરમ્યાન બે દેશ વચ્ચેના સંઘર્ષ છતાં રમાઈ રહેલી ક્રિકેટ મૅચ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ભારતીય પ્લેયર્સે ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈશે. આપણી પાસે સારી ટીમ છે અને આપણે જીતવું જ પડશે.’

કપિલ દેવે ઉમેર્યું હતું કે ‘પ્લેયર્સે ફક્ત તેમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈશે અને અન્ય કોઈ પણ વાતથી વિચલિત થવું ન જોઈએ. ફક્ત આગળ વધો અને જીતો. સરકાર પોતાનું કામ કરશે અને ક્રિકેટર્સે પોતાનું કામ કરવું પડશે. આપણી ટીમ સારી છે મને આશા છે કે ભારત ટ્રોફી પણ જીતશે.’ 

t20 asia cup 2025 asia cup team india indian cricket team india pakistan united arab emirates cricket news sports sports news