જનતા કરફ્યુનાં અશ્વિને કર્યાં વખાણ

23 March, 2020 11:07 AM IST  |  Mumbai Desk | Agencies

જનતા કરફ્યુનાં અશ્વિને કર્યાં વખાણ

રવિચન્દ્રન અશ્વિન

કોરોના વાઇરસને લીધે દેશભરમાં ગઈ કાલે જનતા કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો અને આ કરફ્યુને દેશવાસીઓ પાસેથી સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. જોકે ઇન્ડિયન ટેસ્ટ ટીમના પ્લેયર રવિચંદ્રન અશ્વિને આ જનતા કરફ્યુનાં વખાણ કરતાં આશા વ્યક્ત કરી છે કે એને હજી થોડા વધારે દિવસો લંબાવવામાં આવવો જોઈએ.
સોશ્યલ મીડિયા પર આ વિશે પોતાના વિચાર પ્રગટ કરતાં અશ્વિને કહ્યું કે ‘જનતા કરફ્યુને એક સારી શરૂઆત મળી છે. સ્કૂલમાં જે પ્રમાણે સંપૂર્ણ શાંતિ હોય છે એ પ્રમાણેનું વાતાવરણ જોવા મળ્યું છે. આશા રાખું કે એને હજી થોડા દિવસ લંબાવવામાં આવે અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આવનારા દિવસોમાં આપણે વળગી રહીએ. એક માણસ બીજા માણસને તેની ભૂલ બતાવે છે અથવા તો સિસ્ટમની ભૂલ કાઢ્યા કરે છે. હવે આ બધામાંથી બ્રેક લો અને જ્યારે તમે સોશ્યલ ડિસ્ટન્સિંગને અનુસરી રહ્યા છો ત્યારે પોતાની અંદર જોવાનો સમય કાઢો. સમાજ પ્રત્યે આ જ તમારું યોગદાન હશે. જય હિન્દ.’
નોંધનીય છે કે ચેન્નઈની જનતા દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગને સંપૂર્ણપણે પ્રતિસાદ ન મળતાં અશ્વિને તેમને સોશ્યલ મીડિયા દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

janta curfew covid19 sports sports news cricket news ravichandran ashwin coronavirus