14 July, 2026 11:57 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ઍશ્ળી ગાર્ડનર અને મોનિકા રાઇટ
ઑસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન ઍશ્ળી ગાર્ડનર વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ 2025 બાદ ઍશ્ળી ગાર્ડનર અને તેની સમલૈગિંક પાર્ટનર મોનિકા રાઇટ અલગ થઈ ગયાં હોવાના અહેવાલ મળ્યા છે. બન્ને ૨૦૨૦માં મળ્યાં, ૨૦૨૪માં સગાઈ થઈ અને એપ્રિલ ૨૦૨૫માં બન્નેએ લગ્ન કર્યાં હતાં.
ગઈ કાલે મોનિકા રાઇટે ઍશ્ળી ગાર્ડનર સાથેના સંબંધોમાં તિરાડ પડી હોવાના એક વેબસાઇટપરના સમાચારની લિન્ક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને મોટો ખુલાસો કર્યો. તેણે ઑસ્ટ્રેલિયન ઓપનર જ્યૉર્જિયા વોલનો ફોટો શૅર કરીને લખ્યું કે, ‘આની સાથે મળીને મારી પત્નીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
ઑસ્ટ્રેલિયન ઓપનર જ્યૉર્જિયા વોલ
અહેવાલો અનુસાર ગયા વર્ષે ભારતમાં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે ટ્રાવેલ કરવા દરમ્યાન મોનિકા રાઇટને આ બન્નેના ગુપચુપ સંબંધોની જાણ થઈ હતી.