ICC પ્લેયર ઑફ ધ મન્થ માટે ભારત તરફથી માત્ર અરુંધતી રેડ્ડીનો સમાવેશ

17 March, 2026 03:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અરુંધતી રેડ્ડી ગયા મહિને ઑસ્ટ્રેલિયા સામે ભારતે ૩ મૅચની T20 સિરીઝમાં ૨-૧ના માર્જિનથી મેળવેલી જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે ૭.૨૫ની ઇકૉનૉમીથી રન આપીને ૮  વિકેટ લીધી હતી.

અરુંધતી રેડ્ડી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે ફેબ્રુઆરી મહિના માટે મેન્સ અને વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ માટે નૉમિનીઓનાં નામ જાહેર કર્યાં હતાં. મેન્સ કૅટેગરીમાં પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન, ઇંગ્લૅન્ડના વિલ જૅક્સ અને અમેરિકાના શેડલી વૅન શાલ્કવિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય પ્લેયર્સે મેન્સ T20 વર્લ્ડ કપમાં અનુક્રમે બૅટર, ઑલરાઉન્ડર અને બોલર તરીકે ટૉપ-ક્લાસ પ્રદર્શન કર્યું હતું. વિમેન્સ કૅટેગરીમાં ભારતની ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડી, પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના અને શ્રીલંકાની બૅટર હર્ષિતા સમરવિક્રમા પ્લેયર ઑફ ધ મન્થ બનવાની રેસમાં છે. અરુંધતી રેડ્ડી ગયા મહિને ઑસ્ટ્રેલિયા સામે ભારતે ૩ મૅચની T20 સિરીઝમાં ૨-૧ના માર્જિનથી મેળવેલી જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે ૭.૨૫ની ઇકૉનૉમીથી રન આપીને ૮  વિકેટ લીધી હતી. 

international cricket council indian cricket team indian womens cricket team sports news sports cricket news