11 October, 2025 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહે પોતાની સફળતાનું શ્રેય બુમરાહ સાથે પાકિસ્તાનના વસીમ અકરમને આપ્યું
ભારત માટે T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ વિકેટ લેનાર પહેલો બોલર અર્શદીપ સિંહ ડેથ-ઓવર સ્પેશ્યલિસ્ટ ફાસ્ટ બોલર છે. ૨૬ વર્ષના પંજાબના ડાબોડી ફાસ્ટ બોલરે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ અને ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ બન્નેને તેની બોલિંગ-કુશળતાને આકાર આપવાનું શ્રેય આપ્યું.
બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન્સના નવા એપિસોડમાં અર્શદીપ સિંહ કહે છે, ‘મારી યૉર્કર નાખવાની સ્કિલ અને હું જે રીતે બોલિંગ કરું છું એનું બધું શ્રેય જસ્સીભાઈને જાય છે. યુટ્યુબ પરના બધા ડાબા હાથના ઝડપી બોલરોમાંથી હું કોઈનો વિડિયો જોવાનું ચૂક્યો નથી. હું યૉર્કર જોતો ત્યારે મને વસીમ અકરમનો વિડિયો બહુ ગમ્યો હતો. બધા વિડિયોમાં તે ફક્ત સ્ટમ્પ પર જ બૉલ ફેંકતો હતો. જ્યારે આ ડાબા હાથનો બોલર જમણા હાથના પ્લેયરને રિવર્સ સ્વિંગમાં ઇન-સ્વિંગ બોલિંગ કરતો ત્યારે એ જોવાની મને મજા પડતી હતી. ખુબ શાનદાર સ્કિલ હતી.’