મોહમ્મદ શમી સામે જાહેર થયું અરેસ્ટ વૉરંટ, જાણો કેમ

07 September, 2019 05:06 PM IST  |  મુંબઈ

મોહમ્મદ શમી સામે જાહેર થયું અરેસ્ટ વૉરંટ, જાણો કેમ

મોહમ્મદ શમી સામે જાહેર થયું અરેસ્ટ વૉરંટ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામ પર અરેસ્ટ વૉરંટ જાહેર થયું છે. આ સોમવારે કોલકાતાની એક અદાલતે અરેસ્ટ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમને 15 દિવસમાં સરન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જાણકારી પ્રમાણે શમી વેસ્ટઈંડીઝ પ્રવાસ બાદ અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરેસ્ટ વૉરંટ જાહેર કરવામાં આવ્યા બાદથી તે સતત બીસીસીઆઈ અને પોતાના વકીલના સંપર્કમાં છે.

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરે શમીની સામે આવેલા કોર્ટના ઑર્ડર બાદ બીસીસીઆઈની તરફથી કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમને ચાર્જશીટ નથી મળતી ત્યાં સુધી બીસીસીઆઈ તરફથી તેમની સામે કોઈ એક્શન નહીં લેવામાં આવે.

આ પણ જુઓઃ વરૂણ કપૂરઃ શું તમને ખબર છે ટીવીપુરનો આ હેન્ડસમ હન્ક ગુજરાતી છે?

શમીની પત્ની હસીન જહાંએ અરેસ્ટ વૉરંટ નીકળ્યા બાદ કહ્યું હતું કે, હું ન્યાય વ્યવસ્થાનો આભાર માનું છું. હું એક વર્ષથી વધુ સમય માટે ન્યાય માટે લડી છું. તમે તમામ જાણો છો કે શમી એમ માને છે કે તે એક જાણતો ક્રિકેટર છે એટલે શક્તિશાળી છે, પરંતુ એવું નથી.

mohammed shami