મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં કાકા અને ભત્રીજો બન્ને સામેલ થાય એવી શક્યતા

26 June, 2013 11:50 AM IST  | 

મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં કાકા અને ભત્રીજો બન્ને સામેલ થાય એવી શક્યતા




મુંબઈ: મુંબઈ સિલેક્શન કમિટીએ રણજી ટ્રોફી માટેની ટીમના સંભવિતોમાં ૧૪ વર્ષના અરમાન જાફર અને તેના કાકા તથા સિનિયર ક્રિકેટર વસીમ જાફર બન્નેને સામેલ કર્યા છે. જો તેમને ટીમમાં સ્થાન મળશે તો એક જ ટીમમાં કાકા અને ભત્રીજો સામેલ હોય એવું ભારતીય ક્રિકેટમાં કદાચ પહેલી વાર બનશે. આ ટીમના સંભવિતોમાં સચિન તેન્ડુલકર પણ સામેલ છે. સચિન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ અગાઉ ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટ રમવા માગે છે.

જો અરમાન અને વસીમ જાફરનો રણજી ટીમમાં સમાવેશ થશે તો આ ચાચા-ભતીજા ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેશે અને મેદાન પર પણ સાથે રમતાં જોવા મળશે. એટલું જ નહીં, અરમાનને મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરની સાથે રમવાની લાઇફટાઇમ તક પણ મળશે. ગયા ફેબ્રુઆરીમાં માટુંગા જિમખાનામાં હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટની ફાઇનલમાં રીઝવી સ્પિþન્ગફીલ્ડના પ્લેયર તરીકે અરમાને ૪૭૩ રન બનાવ્યા હતા. એટલું જ નહીં, તેણે ૨૦૧૦માં સ્કૂલ લેવલની અન્ય એક ટુર્નામેન્ટમાં પણ એક ઇનિંગ્સમાં ૪૯૮ રન બનાવ્યા હતા.