કોણ છે આ લમ્બુ તેન્ડુલકર?

10 June, 2017 09:13 AM IST  | 

કોણ છે આ લમ્બુ તેન્ડુલકર?

તે સચિન તેન્ડુલકરનો પુત્ર અજુર્ન તેન્ડુલકર હતો. ગઈ કાલે લૉર્ડ્સમાં કોઈ મૅચ નહોતી એથી ભારતીય મીડિયા સાઉથ આફ્રિકાના પ્રૅક્ટિસ-સેશનને જોવા માટે ગયું હતું. ત્યારે ત્યાં ૬ ફુટ કરતાં વધુ ઊંચો અજુર્ન પ્રૅક્ટિસ માટે આવ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે ગરમીની રજાઓમાં અહીં પ્રૅક્ટિસ કરવા આવે છે. તેને જોતાં પત્રકારોએ તેના ફોટો પાડવાનું શરૂ કર્યું હતું. થોડા ખચકાટ સાથે અજુર્ન નેટ પર ગયો અને પોતાના કોચ સાથે વાત કરીને સ્પિનરો સામે બૅટિંગ શરૂ કરી હતી.