સચિન તેન્ડુલકર - ૧૨૦ રન અર્જુન તેન્ડુલકર - ૦૧૧ રન

16 December, 2015 05:47 AM IST  | 

સચિન તેન્ડુલકર - ૧૨૦ રન અર્જુન તેન્ડુલકર - ૦૧૧ રન



રશ્મિન શાહ


વિજય હઝારે અન્ડર-૧૬ ટુર્નામેન્ટ રમવા માટે સુરત આવેલા સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન માટે એ જ ગ્રાઉન્ડ અપશુકનિયાળ પુરવાર થયું હતું જે ગ્રાઉન્ડે તેના પપ્પાને લાઇમલાઇટમાં લાવવાનું કામ કર્યું હતું. સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં સચિન તેન્ડુલકરે ડોમેસ્ટિક ક્રિકેટની પહેલી સેન્ચુરી કરી હતી અને એ પણ વિજય હઝારે ટુર્નામેન્ટમાં જ. ૧૯૮૮માં રમાયેલી એ મૅચમાં સચિન તેન્ડુલકરે ૧૨૦ રન કર્યા હતા પણ એ જ ટુર્નામેન્ટ, એ જ શહેર અને એ જ ગ્રાઉન્ડ પર દીકરો કોઈ કૌવત નહોતો દેખાડી શક્યો અને ડ્રૉ ગયેલી એ મૅચમાં તેણે રોકડા ૧૧ કર્યા હતા. અર્જુન તેન્ડુલકરે આ મૅચમાં એક વિકેટ લીધી હતી જે તેના માટે થોડી રાહતની વાત છે.

સચિન તેન્ડુલકરની સાથે ૧૯૮૮માં મૅચ રમનારા ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર નિસર્ગ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રેટ પ્લેયર અને કૉમન પ્લેયર વચ્ચેનો ભેદ ગ્રાઉન્ડ પર પરખાઈ જાય. સચિન ગ્રેટ પ્લેયર હતો એ ત્યારે જ દેખાઈ આવ્યું હતું અને અર્જુન કૉમન પ્લેયર છે એવું પણ આ મૅચમાં ચોખ્ખું દેખાતું હતું.’