વિરાટનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા અનુષ્કા પહોંચી અમદાવાદ?

05 November, 2014 03:45 AM IST  | 

વિરાટનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા અનુષ્કા પહોંચી અમદાવાદ?




સાંભળવા મળ્યું છે કે વિરાટના બર્થ-ડેમાં તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા ઉપસ્થિત રહી શકે છે, કારણ કે ગઈ કાલે તે અમદાવાદ જતી ફ્લાઇટમાં જોવા મળી હતી. વધુમાં આ કપલ મળીને આજનું ડિનર પણ સાથે લેશે એવા સમાચાર મળ્યા છે. એમ છતાં આવતી કાલે મૅચ હોવાથી વિરાટનું બર્થ-ડે સેલિબ્રેશન બપોર સુધી પતાવી દેવામાં આવશે. અગાઉ વિરાટ અનુષ્કાના બર્થ-ડેના દિવસે તેને મળવા ખાસ ઉદેપુર ગયો હતો, જ્યાં તે ‘ફ્ણ્૧૦’ માટે શૂટિંગ કરી રહી હતી. એ સિવાય પણ આ કપલ અનેક ઠેકાણે એકસાથે દેખાયું છે જેને કારણે કેટલાક દિવસ પહેલાં તેમનાં લગ્નના સમાચાર વહેતા થયા હતા.