લાઈવ ચેટમાં અનુષ્કા શર્માએ પતિને કહ્યું: ચલો ચલો ડિનર ટાઈમ!

03 April, 2020 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાઈવ ચેટમાં અનુષ્કા શર્માએ પતિને કહ્યું: ચલો ચલો ડિનર ટાઈમ!

લાઈવ ચેટ દરમ્યાન અનુષ્કાએ કહ્યું હતું કે, 'ચલો ચલો ડિનર ટાઈમ'

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ ઈન્ગલેન્ડના ભુતર્પુ ક્રિકેટર કેવિન પીટરસન સાથે બીજી એપ્રિલે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું હતું. લાઈવ ચેટ દરમ્યાન ફેન્સ માટે સૌથી મોટી સરપ્રાઈઝ રહી હતી અનુષ્કા શર્માએ કરેલી કમેન્ટ.. લાઈવ ચેટ દરમ્યાન અનુષ્કા શર્માએ કમેન્ટ કરી હતી કે, 'ચલો ચલો ડિનર ટાઈમ'

કેવિન પીટરસને અનુષ્કા શર્માએ કરેલી કમેન્ટનો સ્ક્રિન શોટ લઈને પોસ્ટ કરતા લખ્યું હતું કે, બોસે કીધું કે ટાઈમ પુરો થઈ ગયો એટલે બસ ટાઈમ પુરો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ટેગ પણ કર્યા હતા.

વિરાટ સાથે પીટરસન લાઈડ ચેટ કરવાનો છે તેની જાહેરા ત એક દિવસ પહેલા જ કરી દીધી હતી.

લાઈવવ ચેટમાં વિરાટ અને કેવિને લૉકડાઉન સમયમાં તેઓ શું કરે છે થી માંડીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક સાથે રમવાના તેમના અનુભવોન વિષે ચર્ચા કરી હતી. જ્યારે કેવિને પુછયું કે અત્યારે વિરાટ શું કરે છે ત્યારે તેણે કહ્યું હતું કે હું મારી પત્ની અનુષ્કા સાથે સમય પસાર કરવામાં વ્યસ્ત છું.

આ પહેલા કેવીન પીટરસને પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહજાદ, ભારતના ઓપનર રોહિત શર્મા, રાજકારણી શશી થરૂર, ફાસ્ટ બોલર ડેલ સ્ટેન સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કર્યું હતું.

sports news cricket news anushka sharma virat kohli virat anushka