બૉયફ્રેન્ડ તૈયાર થાય કે ન થાય, મારે બાળકો જોઈએ જ : કોર્નિકોવા

13 October, 2011 08:01 PM IST  | 

બૉયફ્રેન્ડ તૈયાર થાય કે ન થાય, મારે બાળકો જોઈએ જ : કોર્નિકોવા

 

કોર્નિકોવાએ કહ્યું કે ‘મૅરેજ કરવા જ જોઈએ એવું હું નથી માનતી. હું તો સારા અને સુખી સંબંધો જાળવવામાં માનું છું’

‘વીમેન્સ હેલ્થ’ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કોર્નિકોવાએ જણાવ્યું છે કે ‘મૅરેજ કરવા જ જોઈએ એવું હું નથી માનતી. મારા માટે લગ્ન મહત્વના છે જ નહીં. હું મારા સાથી સાથે મજબૂત સંબંધો જાળવી રાખવામાં માનું છું અને તેના તરફથી પણ રિલેશનની બાબતમાં આવો જ અભિગમ ઇચ્છું છું. હું તેને વફાદાર છું અને ઇચ્છું છું કે તે પણ મારો વિશ્વાસ ન તોડે.’

કોર્નિકોવા ૩૦ વર્ષની છે અને થોડા મહિનાઓથી તે ફિટનેસ ટ્રેઇનર બની ગઈ છે. પૉપસ્ટાર ઇગ્લેસિયાસ ૩૬ વર્ષનો છે. કોર્નિકોવાએ સામયિકને એવું પણ જણાવ્યું છે કે ‘ઇગ્લેસિયાસ સાથે લગ્ન કરવાની મને જરાય ઉતાવળ નથી, પરંતુ મારે બહુ જલ્દી મમ્મી તો બનવું જ છે. હું માતા નહીં બનું તો કંઈ નહીં, પણ કેટલાક બાળકોને મારા બનાવવા જ છે. હું અમુક ભૂલકાંઓને દત્તક લઈશ અને તેમની બહુ સારી સંભાળ રાખીશ.’