ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ

28 December, 2014 05:38 AM IST  | 

ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ મેળવ્યું સિંગલ્સનું પ્રથમ ટાઇટલ




અમદાવાદમાં જન્મેલી ૨૧ વર્ષીય આ ખેલાડીએ ૧૯ વર્ષીય બ્રિટિશ પ્રતિસ્પર્ધીને વધુ પરસેવો પાડ્યા વગર ૬-૨ ૬-૨ના સીધા સેટમાં હાર આપીને પોતાનું સર્વપ્રથમ ટાઇટલ કબજે કર્યું છે. આમ ૧૪ વર્ષ બાદ આ ટુર્નામેન્ટ જીતીને તે ભારતની સર્વપ્રથમ ખેલાડી બની છે. આ ઉપરાંત અંકિતાએ ૫૦ ડબ્લ્યુટીએ પૉઇન્ટ સાથે અંદાજે ૨.૪૫ લાખ રૂપિયાની વિનર પ્રાઇઝ પણ જીતી છે.