બૅટ્સમૅન-બોલર વચ્ચે બૅલૅન્સ જાળવી શકાય એવી વિકેટ બનાવવામાં આવશે: કુંબલે

04 June, 2020 11:20 AM IST  |  New Delhi | Agencies

બૅટ્સમૅન-બોલર વચ્ચે બૅલૅન્સ જાળવી શકાય એવી વિકેટ બનાવવામાં આવશે: કુંબલે

અનિલ કુંબલે

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ કમિટીના ચૅરમૅન અનિલ કુંબલેનું કહેવું છે કે બૅટ્સમૅન અને બોલર બન્નેને ફાયદો થાય એવી વિકેટ બનાવવામાં આવશે. કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉન બાદ ફરી ક્રિકેટ શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ માટે ઘણી ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે જેમાંની એક છે બૉલ પર થૂંક ન લગાવવું. આ કારણે બોલરને ઘણું નુક્સાન થઈ શકે છે. આ વિશે વાત કરતાં અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘અમારો ઉદ્દેશ ક્રિકેટને શરૂ કરવાનો છે. અમે એને નૉર્મલ તો નહીં કહીં શકીએ, પરંતુ આને જ હવે નૉર્મલ ગણવું પણ પડશે. પ્લેયરની સેફ્ટી અને સિક્યૉરિટી સૌથી મહત્વનું છે. મેડિકલ ટીમના સૂચનથી થૂંક પર પ્રતિબંધ લગાવ્યો છે. આથી અમે વિકેટને બૅલૅન્સ રાખીશું, જેથી બૅટ્સમૅન અને બોલર બન્નેને ફાયદો થઈ શકે.’

cricket news sports news international cricket council anil kumble