વિકલ્પ નહોતો એટલે મને ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો : અનિલ કુંબલે

15 October, 2014 04:06 AM IST  | 

વિકલ્પ નહોતો એટલે મને ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો : અનિલ કુંબલે

એ સમયે કોઈ પણ પ્લેયર કૅપ્ટન બનવા તૈયાર નહોતો. રાહુલ દ્રવિડે કૅપ્ટન્સીનું રાજીનામું આપી દીધું હતું અને સચિન તેન્ડુલકર કૅપ્ટન બનવા નહોતો માગતો. વળી મહેન્દ્ર સિંહ ધોનીએ એ સમયે પોતાની કારકર્દિની શરૂઆત કરી હોવાથી તેને કૅપ્ટન બનાવી શકાય એમ નહોતું. એથી મારે જ ૧૭ વર્ષનો અનુભવ હોવાને કારણે કૅપ્ટન તરીકેની જવાબદારી સ્વીકારવી પડી હતી.’ અનિલની કૅપ્ટનસીમાં ભારત ૧૪ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી એને ત્રણમાં જીત, જ્યારે પાંચ મૅચમાં પરાજય મળ્યો હતો તો છ મૅચ ડ્રૉ રહી હતી.