લૉઇડની જગ્યાએ અનિલ કુંબલે આઇસીસીની ક્રિકેટ કમિટીનો ચીફ

12 October, 2012 03:36 AM IST  | 

લૉઇડની જગ્યાએ અનિલ કુંબલે આઇસીસીની ક્રિકેટ કમિટીનો ચીફ



દુબઈ: આઇસીસીએ પોતાની ક્રિકેટ કમિટીના ચીફ તરીકે ક્લાઇવ લૉઇડની જગ્યાએ અનિલ કુંબલેની નિયુક્તિ કરી છે. કુંબલેના નૉમિનેશનના આઇસીસીના બોર્ડે સર્વાનુમતે સ્વીકારી લીધું હતું. તેના અધ્યક્ષસ્થાન હેઠળની પૅનલના બે મેમ્બરો માર્ક ટેલર અને આઇસીસીના સ્ટૅટિસ્ટિશ્યન ડૅવિન કેન્ડિક્સને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે, જ્યારે પૅનલમાંથી સ્વૈચ્છિક રીતે હોદ્દો છોડનાર ઇયાન બિશપે ઍન્ડ્રુ સ્ટ્રાઉસનું નામ સૂચવતાં આઇસીસીએ સ્ટ્રાઉસને નીમ્યો છે.

કુંબલેની થોડા દિવસ પહેલાંને ભારતીય ક્રિકેટ બોર્ડે ટેક્નિકલ કમિટીનો ચીફ બનાવ્યો હતો.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ