ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોંસનું કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન

24 September, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોંસનું કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન

ડીન જોન્સ

ડીન (Dean Jones) જોન્સનું 55 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. મુંબઇમાં (Mumbai) હાર્ટ (Heart Attack) અટેકને કારણે તેમનું નિધન (Death) થઈ ગયું છે. જણાવવાનું કે આઇપીએલ (IPL) દરમિયાન ડીન જોન્સ મુંબઇમાં રહીને કોમેન્ટ્રી કરી રહ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હતા. ઑસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બૉલર બ્રેટ લીએ આ વાતની માહિતી શૅર કરી છે.ડીન જોન્સની ઑસ્ટ્રેલિયાના બેસ્ટ ક્રિકેટર્સમાંના એક હતા. તેમણે 52 ટેસ્ટ, 164 વનડે ઇન્ટરનેશનલ મેચમાં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું. ટેસ્ટમાં 216 અને વનડે મેચમાં 145 રન ડીન જોન્સનો સૌથી મોટો સ્કોર રહ્યો. રનિંગ બિટવીન વિકેટમાં તે ખૂબ જ કુશળ માનવામાં આવે છે અને ઝડપથી સિંગલ-ડબલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરતા રહેતા હતા.

તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 46.55ની રનરેટથી 3631 રન્સ બનાવ્યા હતા જેમાં 11 સેન્ચુરી અને 14 હાફ સેન્ચુરીઝ સામેલ હતી. વનડે ઇન્ટરનેશનલમાં જોન્સે 44.61ના શાનદાર રેટથી 6068 રન્સ બનાવ્યા જેમાં સાત શતક અને 46 અર્ધશતક છે. ટેસ્ટ ક્રિકેટમાં જોન્સે 34 અને વનડેમાં 54 કૅચ પકડ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો 245 ફર્સ્ટ ક્લાસની મેચમાં ડીને 19188 રન્સ બનાવ્યા, નોટઆઉટ 324 રન્સ ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમનો સ્કોર હાઇએસ્ટ રહ્યો છે.

જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં બે ડબલ સેન્ચુરી ભારત વિરુદ્ધ ચેન્નઇમાં વર્ષ 1986માં રમેલી 210 રનની ઇનિંગમાં સામેલ છે.

sports news sports cricket news australia